બ્લેકબેરી ઝેડ 3માં કેવી રીતે ઇન્સ્ટોલ કરવી એંડ્રોઇડ એપ્લિકેશન?
કેનેડિયન મોબાઇલ કંપની બ્લેકબેરી ઝેડ 3 ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બ્લેકબેરીનો આ સ્માર્ટફોન મીડ રેન્જમાં ઉતારવામાં આવ્યો છે. ભારતીય મોબાઇલ બજારમાં ઉપભોકતાઓમાં મીડ રેન્જ મોબાઇલ ધૂમ મચાવી રહ્યાં છે, કારણ કે તેની કિંમત બજેટ અનુસાર અને સારી સુવિધાઓ અને ફીચર ધરાવતા હોય છે. કંપનીઓ પણ આ જ વાતને ધ્યાનમાં રાખી મીડ રેન્જમાં સારા ફીચર્સ સાથે મોબાઇલ ફોન લોન્ચ કરી રહી છે.
આ પણ વાંચોઃ- 7 ફીચર્સના કારણે બેસ્ટ છે માઇક્રોમેક્સના આ વિંડો સ્માર્ટફોન
આ પણ વાંચોઃ- આ સપ્તાહે લોન્ચ થયેલા 5 સસ્તા એન્ડ્રોઇડ ફોન
બ્લેકબેરીના આ નવા મોબાઇલ ફોન અંગે વાત કરીએ તો આ ફોનની એક ખાસ વાત એ પણ છેકે તમે આ ફોનમાં એન્ડ્રઇડ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો. આ ઉપરાંત એવી અનેક એપ્લિકેશન છે જે તમે બ્લેકબેરી વર્લ્ડ એપ સ્ટોરમાંથી તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી શકો છો. તેમજ કંપની એ પણ જાહેરાત કરી શકી છેકે કંપનીના નવા ઓએસમાં અમેઝોન એપ સ્ટોરથી પણ એપ ઇન્સ્ટોલ કરી શકો છો. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કેવી રીતે આ ફોનમાં એન્ડ્રોઇડ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવી.
આ પણ વાંચોઃ- 2000થી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે આ 10 ફોન
આ પણ વાંચોઃ- લેનોવોના 10 મહારથી જે પૂરી કરશે તમારી દરેક જરૂરિયાત
આ પણ વાંચોઃ- લાંબા સફરના આરામદાયક સાથી છે આ 10 સ્માર્ટફોન

એવ સ્ટોર પંસદ કરો
ઝેડ 3 એંડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અનેક એપ સ્ટોર છે, જેમ કે, apktrain.com, 1mobile જેનાથી તમે ગુગલ પ્લેમાં ઉપસ્થિત તમામ પ્રકારની એપને ડાઉનલોડ કરી શકો છો.

એપ્લિકેશન સર્ચ કરો
એપ સ્ટોર ઓપન કર્યા બાદ તમારે જે એપ્લિકેશન સર્ચ કરવી છે, તેના માટે સર્ચ બોક્સમાં સર્ચ કરો, અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે, જેમાં શેરમાર્કેટની એક એપ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે.

એપીકે ફાઇલ
એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા તેની એપીકે ફાઇલ તમારા ફોનમાં સેવ થઇ જશે. જ્યારે આ ફાઇલ સેવ થઇ જાય તો તેના પર ક્લિક કરો.

એપ ઇન્સ્ટોલ કરો
એપીકે ફાઇલમાં ક્લિક કરતા જ તમારી સામે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટેનું ઓપ્શન આવી જશે, જેના પર ક્લિક કરતાં જ એપ ઇન્સ્ટોલ જઇ જશે.

એપ ઓપન કરો
એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ તમારી સામે તેને ઓપન કરવાનું ઓપ્શન આવશે, સાથે જ ફોનની સ્ક્રિનમાં તેનું એક શોર્ટકટ પણ બની જશે.