For Quick Alerts
For Daily Alerts
IMGએ બે કોલસા ખાણોની ફાળવણી રદ કરવાની ભલામણ કરી
નવી દિલ્હી, 6 નવેમ્બર : કોલસા ખાણોની ફાળવણીમાં થયેલી ગેરરીતિની તપાસ માટે રચવામાં આવેલી ઇન્ટર્નલ મીનિસ્ટ્રી ગ્રુપ (આઇએમજી)ની બેઠકમાં જાહેર એકમોને ફાળવવામાં આવેલી બે કોલસા ખાણોની ફાળવણી રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણ કોલસા ખાણોની ફાળવણી બાદ નિયત સમયમાં તેનો નિકાસ નહીં કરવાના મુદ્દે કરવામાં આવી હતી.
બેઠક બાદ એક અધિકારીએ જણાવ્યું કે આઇએમજીએ આજે છત્તીસગઢ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સીએમડીસી) તથા ઓડિશા માઇનિંગ કોર્પોરેશન (ઓએમસી) સહિત જાહેર ક્ષેત્રની કંપનીઓ (પીએસયુ)ને ફાળવવામાં આવેલી 10 કોલસા ખાણોની સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ અંગે સૂત્રોનું કહેવું છે કે "કુલ 10 કોલસા ખાણોની સમીક્ષા કરવામાં આવી તેમાંથી બેની ફાળવણી રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં બેંક ગેરંટી જમા કરાવવાની પણ વાત કરવામાં આવી છે."