For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં વૃધ્ધિદરની ગાડી 6 મહિનામાં ફરી પાટે ચડશે : મોન્ટેક સિંહ

|
Google Oneindia Gujarati News

montek-singh
મુંબઇ, 15 ઑક્ટોબર : આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયાએ જણાવ્યું કે પાછલા અનેક ત્રિમાસિક સત્રોમાં આર્થિક વૃધ્ધિ ઘટતી જઇ રહી છે, પણ તેનાથી ગભરાવાની જરૂર નથી. આવનારા 6 મહિનામાં વૃધ્ધિદરની ગાડી ફરી પાટે ચડી જશે.

યસ બેંક અને ફાઇનાન્શિયલ ટાઇમ્સે યોજેલા એક સંમેલનમાં જણાવ્યું કે અમે આશા રાખીએ છીએ કે સરકારે લીધેલા આર્થિક સુધારાના પગલાંને કારણે આગામી છ મહિનામાં અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર આવી જશે.

તેમણે જણાવ્યું કે આ છ મહિનામાં વૃધ્ધિદર લગભગ 5.5 ટકા રહ્યો છે. આ વૃધ્ધિદર આગલા 6 મહિનામાં વધીને 6 ટકા થશે. ઔદ્યોગિક વૃધ્ધિદરમાં આવેલા સુધારાને પગલે ભારતની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત મળી રહ્યા છે.

English summary
India's growth to turn around in six months : Montek Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X