
મોબાઈલ પર પૉર્ન જોવામાં કયા નંબર પર છે ભારત, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દેશમાં જે રીતે સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે તે ઝડપથી પૉર્ન પણ લોકો વચ્ચે પોતાની જગ્યા બનાવી રહ્યુ છે. એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મોબાઈલ ફોન પર પૉર્ન જોવા બાબતે ભારત દુનિયામાં સૌથી આગળ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે વર્ષ 2019માં મોબાઈલ ફોન દ્વારા દેશના 89 ટકા લોકોએ પૉર્ન જોયુ છે. આ પહેલા વર્ષ 2017માં દેશમાં પૉર્ન જોનારાનો આંકડો 86 ટકા હતો જેમાં બે વર્ષની અંદર ત્રણ ટકાનો વધારો થયો છે.

ભારત બાદ બીજા નંબરે છે આ દેશ
એડલ્ટ એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ પૉર્નહબની આ રિપોર્ટ મુજબ ભારત બાદ મોબાઈલ પર પૉર્ન જોવા બાબતે 81 ટકા લોકો સાથે અમેરિકા બીજા નંબરે અને 79 ટકા લોકો સાથે બ્રાઝિલ ત્રીજા નંબરે છે. આખી દુનિયામાં કુલ મળીને દર ચારમાંથી ત્રણ લોકો પોતાના મોબાઈલ પર પૉર્ન જોઈ રહ્યા છે. આનો સીધો અર્થ છે કે ડેસ્કટૉપ અને લેપટૉપ પર પૉર્ન જોવુ હવે લોકોની પસંદ નથી રહ્યુ. વેબસાઈટે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે વર્ષ 2019મા દુનિયાભરમાં તેનો મોબાઈલ ટ્રાફિક 77 ટકા રહ્યો છે જેમાં ગયા વર્ષની સરખામણીએ 10 ટકાનો વધારો થયો છે.

ભારતમાં આંકડો વધવા પાછળ શું છે કારણ
રિપોર્ટ મુજબ જાપાનમાં વર્ષ 2019માં લગભગ 70 ટકા લોકોએ પોતાના સ્માર્ટફોન પર પૉર્ન હબ વેબસાઈટ ખોલી, જ્યારે યુકેમાં 74 ટકા લોકોએ પોતાના મોબાઈલ ફોન પર પૉર્ન જોયુ. પૉર્નહબની વાર્ષિક રિપોર્ટ મુજબ વર્ષ 2013માં વેબસાઈટ પર મોબાઈલ ટ્રાફિકનો હિસ્સો માત્ર 40 ટકા હતો. ભારતમાં મોબાઈલ પર પૉર્ન જોવાનો આંકડો વધવા પાછળ સૌથી મોટુ કારણ સસ્તા ડેટા પ્લાન્સ અને સ્માર્ટફોનની કિંમતોમાં થયેલો ઘટાડો છે. આ બંને કારણોને કારણે ભારતમાં 45 કરોડથી પણ વધુ સ્માર્ટફોન યુઝર્સ માટે ઈન્ટરનેટ સર્ફિંગ સરળ બની છે.
આ પણ વાંચોઃ એક્સ. ગર્લફ્રેન્ડ ઉર્વશીએ હાર્દિક પંડ્યાની નતાશા સાથે સગાઈ પર આપ્યુ રિએક્શન

દુનિયાનો સૌથી વધુ ઈન્ટરનેટ ડેટાનો ભારતમાં ઉપયોગ
ટેલિકોમ સાધનો બનાવતી સ્વીડિશ કંપની એરિક્સનના જણાવ્યા મુજબ ભારતમાં દરેક સ્માર્ટફોન પર સરેરાશ 9.8 જીબી પ્રતિ માસના દરે દુનિયાનો સૌથી વધુ ઈન્ટરનેટ ડેટા ઉપયોગમાં લેવાય છે જે 2024 સુધી વધીને 18 જીબી પ્રતિ માસ થઈ જશે. વળી, દેશમાં ચાલી રહેલ ડિજિટલ પરિવર્તનથી 2012 સુધી ભારતના કુલ ઈન્ટરનેટ યુઝર્સ 82.9 કરોડ સુધી વધવાની આશા છે. એડલ્ટ એન્ટરટેઈનમેટ વેબસાઈટે એ અંગેનો પણ ડેટા જારી કર્યો છે કે લોકો કેવા અલગ અલગ એન્ડ્રોઈડ ઑપરેટિંગ સિસ્ટમ તેના પૉર્ટલનો ઉપયોગ કરે છે.

ક્યાં ક્યાંથી આવ્યો એંડ્રોઈટ ટ્રાફિક
રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે વર્ષ 2019માં પૉર્નહબ વેબસાઈટ પર 48 ટકા એંડ્રોઈડ ટ્રાફિક Pie (ગયા વર્ષના ગુગલનુ મોટુ અપડેટ)થી આવ્યો, 23 ટકા ટ્રાફિક Oreo (2017ની અપડેટ) અને 12 ટકા ટ્રાફિક Nougat(2016ની અપડેટ)થી આવ્યો. અહીં જોવાની વાત એ છે કે મોબાઈલ પર પૉર્ન જોવા મામલે એંડ્રોઈડનો ઉપયોગ ઘટ્યો છે જ્યારે iOSનો ઉપયોગ વધ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે પૉર્નહબ બ્રાઉઝ કરવા માટે માટે iOS માટે સૌથી વધુ ઉપયોગ કરાતી મોબાઈલ ઑપરેટીંગ સિસ્ટમ છે.