2013માં નોકરીયાતોને ઝટકો, ખુબ જ ઓછું આવશે ઇન્ક્રીમેન્ટ

અર્થવ્યવસ્થામાં મંદીની અસર હવે સેલરી પર પણ દેખાઇ રહી છે. વર્ષ 2013માં સેલરીમાં 10.3 ટકાનો જ વધારો મળશે. આ એચઆર કન્સલ્ટિંગ કંપની એયોન એવિટનો સર્વે છે. એયોન હેવિટના જણાવ્યા અનુસાર સેલરીમાં સૌથી વધારે ગ્રોથ ફાર્મા સેક્ટરમાં થશે, જ્યાં 13.5 ટકા ગ્રોથની આશા છે.
ત્યારબાદ મેડિકલ ઇક્વિપમેન્ટ, કેમિકલ અને ઓટોમોબાઇલ સેક્ટરમાં 11-12.5 ટકા સેલરી ગ્રોથ થવાની શક્યતા છે. આ ઉપરાંત ટેકનોલોજી કંપનીઓમાં 10.5 ટકા અને આઇટી સર્વિસિઝ કંપનિઓમાં લગભગ 10 ટકા સેલરીમાં વધારો મળી શકશે. પરંતુ ફાઇનાન્સિયલ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કામ કરી રહેલા લોકોને ઓછા પગાર વધારા સાથે કામ ચલાવવું પડશે.
એયોન હેવિટના સર્વે પ્રમાણે વર્ષ 2013માં ટોપ લેવલ મેનેજમેન્ટ માટે પગાર વધારાની શક્યતા ઓછી છે. પરંતુ જનરલ સ્ટાફ અને નીચલા સ્તરે કામ કરતા કર્મચારીઓના પગાર વધાશે. મોંઘવારી દિવસેને દિવસે વધતી જાય છે જ્યારે સેલરીમાં વધારાની બ્રેકથી ઘરના બજેટને સંભાળવું મુશ્કેલ બની રહેશે.












Click it and Unblock the Notifications
