ડોલર સામે રૂપિયો 26 પૈસા મજબૂતી સાથે 71.95 રૂપિયા પ્રતિ ડોલર
શુક્રવારે રૂપિયો ડોલર સામે થોડો મજબૂત થયો છે. શરૂઆતી કારોબારમાં રૂપિયો 4 પૈસાની મજબૂતી સાથે 71.95 રૂપિયા પ્રતિ ડોલર સાથે ખુલ્યો.
શુક્રવારે રૂપિયો ડોલર સામે થોડો મજબૂત થયો છે. શરૂઆતી કારોબારમાં રૂપિયો 4 પૈસાની મજબૂતી સાથે 71.95 રૂપિયા પ્રતિ ડોલર સાથે ખુલ્યો. તેનું કારણ છે કે દુનિયાની પ્રમુખ મુદ્રા સાથે ડોલર થોડો કમજોર થયો છે. હાલમાં ભારતીય રૂપિયો 71.77 રૂપિયા પ્રતિ ડોલર આસપાસ કારોબાર કરી રહ્યો છે.

જયારે ગુરુવારે બપોરે ડોલરને મુકાબલે રૂપિયો 72 રૂપિયા પ્રતિ ડોલર પાર કરી ગયો હતો. આપને જણાવી દઈએ કે પહેલીવાર રૂપિયો 72.11 સ્તરે જોવા મળ્યો હતો. પરંતુ ત્યારપછી રૂપિયો થોડો મજબૂત થયો અને 72 રૂપિયા પ્રતિ ડોલર કરતા નીચે બંધ થયો.
આ પણ વાંચો: રૂપિયો નબળો નહિ પરંતુ ડૉલર મજબૂત થયો છેઃ અરુણ જેટલી
આ વર્ષે ડોલરને મુકાબલે રૂપિયામાં 13 ટકા જેટલી કમજોરી આવી ચુકી છે, જયારે 5 ટકા કમજોરી છેલ્લે એક મહિનામાં અને ત્રણ ટકા કમજોરી છેલ્લે અઠવાડિયામાં આવી છે. સતત વધી રહેલી ડોલરની માંગ ગ્રીનબેન્ક મુકાબલે ભારતીય મુદ્રાને ઓછી કરી.
આ પણ વાંચો: 9 વર્ષ પછી RBI એ 8.46 ટન સોનાની ખરીદી કરી
રિપોર્ટ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે જાપાન સાથે વ્યાપારિક મુદ્દે વાત કરવા જઈ રહ્યા છે, જેથી ડોલર પર તેની થોડી અસર જોવા મળશે. જયારે રોઉટર્સ ઘ્વારા જાહેર કરવામાં આવેલા એક પોલમાં એક્સપર્ટ ઘ્વારા એક વર્ષમાં ડોલર સામે ભારતીય રૂપિયાની વેલ્યુ 70.42 ટકા રહેવાનું અનુમાન છે.












Click it and Unblock the Notifications
