For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષે માર્કેટમાં 4000 કરોડની રાઇટ્સ ઇશ્યૂનું પૂર આવશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 8 જાન્યુઆરી : વર્ષ 2015માં ભારતીય શેર માર્કેટમાં રાઇટ્સ ઇશ્યૂનું પૂર આવવાનું છે. ફયુચર રીટેલ, ઝી મીડીયા કોર્પ સહિતની ભારતીય કંપનીઓ આ વર્ષે અંદાજે રૂપિયા 4000 કરોડના રાઇટ્‍સ ઇસ્‍યુ લઇને આવી રહી છે.

કંપનીઓ દ્વારા આ રાઇટ્સ ઇશ્યૂ્સ અગાઉના દેવાની ચુકવણી તથા કામકાજની મૂડીની જરૂરીયાત પુરી કરવા માટે નાણા ઉભ કરવામાં આવશે. રાઇટ્‍સ ઇસ્‍યુ લાવનારી કંપનીઓમાં ઉપરની કંપનીઓ સિવાય જીએમઆર ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર, કેનફિન હોમ્‍સ, વિનટેક અને પોલ્‍સનનો પણ સમાવેશ થાય છે.

stockmarkets-1

વર્તમાન શેધારકોને વધુ શેર આપવા માટેના રાઇટ્‍સ ઇસ્‍યુમાં સૌથી પહેલા 15 જાન્‍યુઆરીએ લોન્‍ચ થનારા ફયુચર રીટેલના ઇસ્‍યુનો સમાવેશ થાય છે. બીજી કંપનીઓ ત્યાર પછીના મહિનાઓમાં ઇસ્‍યુ લાવશે.

આજની તારીખે ત્રણ કંપનીઓ રૂપિયા 3400 કરોડ ઉભા કરવાની છે. એમની પાસે સેબીની મંજુરી પણ છે. બીજી ચાર કંપનીઓએ 400કરોડ રૂપિયાના ઇસ્‍યુ માટે ડ્રાફટ દસ્‍તાવેજો સેબીને સુપ્રત કર્યા છે. આમ, આ વર્ષે ભારતમાં કુલ 5224 કરોડના રાઇટ્‍સ ઇસ્‍યુ દ્વારા નાણા ઉભા કરાયા હતા. એના પાછલા વર્ષે આંકડો 4101 કરોડ હતો.

English summary
Indian stock market will flood of Rs 4000 crore Rights Issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X