ખરાબ ક્રેડિટ સ્કોર સામે લોન મળે ખરી?
ખરાબ ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિઓને નાણાભીડના સમયે લોન લેવામાં ઘણી મુશ્કેલી નડતી હોય છે. આ પ્રકારની વ્યક્તિઓ જોખમી ગ્રાહકોની કેટેગરીમાં આવતી હોય છે. કારણ કે તેમના નાદાર થવાની શક્યતાઓ વધારે હોય છે. આ કારણે બેંકર્સને તેમના ચોપડે ખરાબ લોન નોંધવાનો વારો આવે છે.
આ કારણે જ્યારે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે તો સાવધાની રાખવી જરૂરી હોય છે. આ ઉપરાંત લોનનું રિપેમેન્ટ પણ સમયસર કરવું જરૂરી છે. આમ કરવાથી વ્યક્તિ પોતાનો ખરાબ ક્રેડિટ સ્કોર સુધારી પણ શકે છે. ફરી જુનો વિશ્વાસ સંપાદન કરવામાં ઘણો સમય વીતી જાય છે.
ઓછા ક્રેડિટ રિસ્ક સાથેની પર્સનલ લોન્સ ઉંચા વ્યાજદરે મળે છે. જો કે તે જોખમી વધારે છે. જો કે એસબીઆઇ અને એચડીએફસી જેવી બેંકો વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી અંગે ખુબ જ ધ્યાન રાખે છે. તેઓ આવા ગ્રાહકોને ફરીવાર લોન આપતા નથી.
આમ છતાં કેટલીક બેંકો જોખમ ખેડીને ખરાબ ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિને લોન આપે છે. આ લોન બે પ્રકાની હોય છે. 1. સિક્યોર્ડ પર્સનલ લોન અને 2. અનસિક્યોર્ડ પર્સનલ લોન.
સિક્યોર્ડ પર્સનલ લોન
આ પ્રકારની લોન મેળવવા અને લોન મંજુર કરાવવા માટે વ્યક્તિએ એસેટ કન્ટ્રોલર તરીકે સોગંદ લેવા પડે છે. એટલે કે આ માટેનો એક કરાર થાય છે જેમાં લોન મેળવનાર લોન આપનારને ખાતરી આપે છે કે જો તેઓ નિશ્ચિત સમયગાળામાં લોન ચૂકવી શકશે નહીં તો તેમણે ગિરવે મુકેલી વસ્તુ, જે વ્હીકલ, પ્રોપર્ટી કે અન્ય મૂલ્યવાન વસ્તુ હોય તેના પર પોતાનો હક જતો કરીને તે લોન આપનારને આપશે. આ પ્રકારની લોન વધારે અને લાંબા સમય માટે લોન મેળવવા ઇચ્છતી વ્યક્તિઓ માટે યોગ્ય છે.
અનસિક્યોર્ડ લોન
અનસિક્યોર્ડ પર્સનલ લોન એવી લોન છે જેમાં વ્યાજ દર ઊંચો હોય છે અને સમયગાળો પણ ઓછો હોય છે. જો કે લોન કેટલી આપવામાં આવશે તેની મર્યાદા લોન આપનાર નક્કી કરે છે. આ બાબત લોન લેનારની જોખમ લેવાની ક્ષમતાને આધારે પણ નક્કી થાય છે. ખાસ જરૂર ના હોય તો આ પ્રકારની લોન લેવાનું ટાળવું જોઇએ.
આ પ્રકારની લોન લેનાર વ્યક્તિ પોતાની ક્રેડિટ ફરી બાંધી શકે છે અથવા તો ગુમાવી શકે છે. જો આપ નાદાર થશો તો આપે છેલ્લી તક હાથમાંથી ગુમાવી એમ સમજી લેવું જોઇએ.