રાજસ્વ વધારવા પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ જરૂરી: ચિદમ્બરમ

p chidambaram
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: નાણામંત્રી પી. ચિદમ્બરમે મંગળવારે જણાવ્યું કે સરકારી રાજસ્વ માટે પેટ્રોલ અને ડીઝલ પર કર લગાવવો જરૂરી છે. ચિદમ્બરમે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું કે જો પેટ્રોલ પર કર નહીં લગાવીએ તો અમારે બીજી ચીજવસ્તુઓ પર કર લાદવો પડશે. તેમણે જણાવ્યું કે થોડા વર્ષોથી પેટ્રોલ અને ડીઝલના કેન્દ્રીય કરમાં ઓછપ આવી છે.

મંત્રીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર એટલા માટે કર લાગવો જોઇએ, કારણ કે સરકારને રાજસ્વની જરૂરત છે. તેમજ ઘણા રાજ્યો કેન્દ્રીય કરની અપેક્ષાએ તેની પર વધુ કર લગાવે છે.

તેમણે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર લાગનાર કરમાં કમી આવી છે. માર્ચ 2007માં પ્રતિ લીટર પેટ્રોલ પર 14.66 રૂપિયા કર લાગતો હતો. જે સપ્ટેમ્બર 2012માં 9.48 રૂપિયા રહી ગયો છે. ડીઝલ પર લાગનાર કર માર્ચ 2007માં 4.69 રૂપિયા પ્રતિ લીટર હતો. જે સપ્ટેમ્બર 2012માં 3.56 રૂપિયા રહી ગયો.

ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રકાશ જાવડેકરે નાણામંત્રીને વિવેકનો ઉપયોગ કરવા સલાહ આપતા જણાવ્યું કે સરકારે પેટ્રોલ પર ટેક્સ ઓછો કરવો જોઇએ, કારણ કે તેની કીંમત ખુબ જ વધારે થઇ ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X