For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ જિયોએ પ્લાન મોંઘા થયા, જાણો કેટલો વધ્યો ભાવ

રિલાયન્સ જિયોએ પ્લાન મોંઘા થયા, જાણો કેટલો વધ્યો ભાવ

|
Google Oneindia Gujarati News

તાજેતરમાં, રિલાયન્સ જિયોએ તેના મોબાઇલ ચાર્જ વધારવાની જાહેરાત કરી હતી. હવે કંપનીએ નવા મોંઘા પ્લાનની સૂચિ બહાર પાડી છે. જિયોની સાથે વોડાફોન અને એરટેલે પણ તેમના મોબાઇલ ચાર્જ વધારવાની જાહેરાત કરી હતી. આ બંને કંપનીઓએ પહેલા જ તેમના મોંઘા પ્લાનનીની સૂચિ જાહેર કરી દીધી છે. જ્યારે તેમના મોંઘા પ્લાન 3 ડિસેમ્બરથી લાગુ થઇ પણ ગયા છે. એરટેલ અને વોડાફોનએ તેમના પ્લાનના રેટમાં 42 ટકાનો વધારો કર્યો છે. તે જ સમયે, જિયોએ તેના પ્લાનની કિંમતમાં 40 ટકાનો વધારો કર્યો છે. જિયોના મોબાઈલ ચાર્જિસના વધેલા દર 6 ડિસેમ્બરથી લાગુ થશે. જિયોએ ગ્રાહકોને તેના પ્લાન મોંઘા કરવા સાથે સારી સુવિધાઓ આપવાનું વચન આપ્યું છે. તમારી પાસે Jio ના મોંઘા રિચાર્જને ટાળવા માટે 1 દિવસ છે. આ પછી, તમારે કેટલા પૈસા વધારે ચૂકવવા પડશે, તે જાણીએ.

199 રૂપિયાથી લઈને 2,199 રૂપિયા સુધીના પ્લાન

199 રૂપિયાથી લઈને 2,199 રૂપિયા સુધીના પ્લાન

જિયોના નવા ટેરિફ 199 રૂપિયા પ્રતિ મહિનાથી લઈને એક વર્ષ માટે 2,199 રૂપિયા સુધી છે. ગ્રાહકોને 199 રૂપિયાના રિચાર્જ પર 28 દિવસની વેલિડિટી મળશે, 399 રૂપિયાના રિચાર્જ પર 56 દિવસ, 555 રૂપિયામાં 84 દિવસ અને 2,199 રૂપિયાના રિચાર્જ પર 365 દિવસ વેલિડિટી મળશે. ગ્રાહકો અગાઉના 1.5 જીબીને બદલે હવે 2 જીબી ડેટા અને જિયો ટૂ જિયો અમર્યાદિત મફત કોલિંગ મળશે.

2 જીબી ડેટા મળશે

2 જીબી ડેટા મળશે

6 ડિસેમ્બર પહેલાં 336 દિવસ માટે સતત જીયોની સેવાઓ માટે, તમે 444 રૂપિયાવાળા પ્લાન સાથે ચાર વખત રિચાર્જ કરી શકો છો, જેમાં તમને દરરોજ 2 જીબી ડેટા મળશે. 444 રૂપિયાનો જિયો પ્લાન 84 દિવસ માટે માન્ય છે અને આવી ચાર યોજનાઓ ખરીદવાથી, તમને 336 દિવસની માન્યતા મળશે.

કેટલો વધ્યો દર

કેટલો વધ્યો દર

નવા ટેરિફ મુજબ, જિયોના ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી વાળા પ્લાન માટે 555 રૂપિયા ખર્ચ કરવા પડશે. તે અગાઉના 399 રૂપિયાના પ્લાન કરતા 39 ટકા વધુ મોંઘા થશે. કંપનીએ 153 રૂપિયાના પ્લાનની કિંમત 199 રૂપિયા, 198 રૂપિયાના પ્લાનની કિંમત 249 રૂપિયા, 299 રૂપિયાના પ્લાનની કિંમત 349 રૂપિયા, 349 રૂપિયાના પ્લાનની કિંમત 399 રૂપિયા, 448 રૂપિયાવાળા પ્લાનની કિંમત 599 રૂપિયાની, 1699 રૂપિયાનો પ્લાન 2199 રૂપિયા અને 98 રૂપિયાનો પ્લાન 129 રૂપિયા કરી દીધો છે.

એરટેલે પ્લાન મોંઘા કર્યા, જાણો કેટલો વધાર્યો રેટએરટેલે પ્લાન મોંઘા કર્યા, જાણો કેટલો વધાર્યો રેટ

English summary
Jio had also inccreased mobile charges. Now Jio has announced new plan list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X