For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mutual Fund: રોકાણ કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે નિષ્ણાતો પ્રોત્સાહન આપે છે. જેથી નિયમિત રીતે લાંબા સમયના ફાઈનાન્સિયલ લક્ષ્ય પૂરા કરી શકાય

|
Google Oneindia Gujarati News

સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે નિષ્ણાતો પ્રોત્સાહન આપે છે. જેથી નિયમિત રીતે લાંબા સમયના ફાઈનાન્સિયલ લક્ષ્ય પૂરા કરી શકાય અને કમ્પાઉન્ડિંગ દ્વારા ભેગા કરેલા પૈસાને વધારી શકાય. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સહેલું છે. કહી શકાય કે આ એક માસિક બચત છે, જે તમે દર મહિને કરો છો. સાથે જ હાલના સમયમાં જ્યારે સેનસેક્સ 39 હજાર પોઈન્ટની નજીક છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એ કોઈ પણ નકારાત્મક જોખમથી બચવાનો ઉપાય છે.

આ પણ વાંચો: આ 4 જગ્યાએથી માત્ર 1 રૂપિયામાં સોનું ખરીદો, જાણો શું છે પ્રોસેસ

રોકાણકારો SIP દ્વારા Mutual Fundમાં કરી રહ્યા છે રોકાણ

રોકાણકારો SIP દ્વારા Mutual Fundમાં કરી રહ્યા છે રોકાણ

છેલ્લા કેટલાક સમયથી રિટેઈલ ઈન્વેસ્ટર્સ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં સતત રોકાણ કરી રહ્યા છે. એસોસિયેશન ઓફ મ્યુચયુઅલ ફંડ ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણે ફેબ્રુઆરી 2019માં SIPના મધ્યમથી 8,095 કરોડ એટલે કે 26 ટકાનો YoY વધારો થયો છે.

મ્યુચ્યુઅલ ફંડનો મોટો ફાયદો એ છે કે તે રોકાણને પોર્ટફોલિયોમાં ગોઠવીને રાખે છે. એટલે જોખમવાળા રોકાણકારો અને અન્ય લોકો જેઓ શેર બજારમાં રોકાણ કરવાની કળા નથી જાણતા તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. પરંતુ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તે પહેલા મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેટેડ છે કે નહીં તે જણવું જરૂી છે. આ ઉપરાંત કેટલાક એવા મુદ્દા છે, જે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકા કરતા પહેલા જાણવા જરૂરી છે.

પોર્ટફોલિયો હોલ્ડિંગ

પોર્ટફોલિયો હોલ્ડિંગ

તમારા રોકાણના પોર્ટફોલિયોની પરિસંપત્તિના મિશ્રણે એક જ પરિસંપત્તિના સેટ તરીકે યાદ રાખવું જોઈએ, જે તમારા મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ બનાવે છે. મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગને ટૂંકમાં જોઈે તો તે એક સંભાવિત રોકાણકારને તેમના ક્ષેત્રણની ધારણા તૈયાર કરે છે, જ્યાંથી સ્ટોક અને ફંડને પ્રદર્શનમાં સામેલ કરવામાં આવે છે.

દાખલા તરીકે એક ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં મ્યુચ્યુઅલ ફંડ આધારે પસંદ કરાયેલા શેર ભેગા હોય છે. જેમ કે ઈન્ડેક્સ ફંડ, લાર્જ કેપ ઈક્વિટી ફંડ મ્યુચ્યુઅલ ફંડ, સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ, મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ વગેરે.

સ્કીમનો ભૂતકાળ

સ્કીમનો ભૂતકાળ

આ મુદ્દો પણ ધ્યાનમાં રાખવા જેવો છે કે મ્યુચ્યુઅલ ફંડે છેલ્લે કેવું પર્ફોમન્સ આપ્યું હતું. રોકાણકાર તરીકે તમારે તેના પરથી મૂલ્યાકન કરવું જોઈએ. જો કે ભૂતકાળમાં મ્યુચ્યુઅલ ફંડનું ખરાબ પ્રદર્શન ભવિષ્યમાં સારા પ્રદર્શનની ગેરંટી નથી. ભૂતકાળનું પર્ફોમન્સ ફંડની નબળાઈ અને તાકાતનો ખ્યાલ આપી શકે છે.

એક્ઝિટ લોડ

એક્ઝિટ લોડ

આ ઉપરાંત રોકાણકારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના એક્ઝિટ લોડની પણ તપાસ કરવી જોઈએ. એટલે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા મ્યુચ્યુઅલ ફંડના રોકાણને ઉપાડતા પહેલા લાગતી ફી. મોટા ભાગના કેસમાં એક્ઝિટ લોડ 3 ટકા હોય છે. એટલે તમારા ઈક્વિટી, ડેટ કે ઈન્ડેક્સ ફંડમાં એક્ઝિટ લોડ કેટલો છે એ જાણી લો.

દેશમાં આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે.

દેશમાં આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે.

1. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ
2. ડેટ મ્યુચ્યુઅલ ફંડ
3. હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ
4. સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ

English summary
keep this points in mind before investing in mutual funds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X