For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંગફિશર એરલાઇન્સનું નુકસાન વધીને 2142 કરોડ થયું

|
Google Oneindia Gujarati News

kingfisher-airlines-with-vijay-malya
નવી દિલ્હી, 31 મે : દેવાને કારણે આકાશમાંથી ધરતી પર આવી ગયેલી કિંગફિશર એરલાઈન્‍સની સ્થિત વધારે ખરાબ થઇ છે. તેનું વાર્ષિક નુકસાન ગયા વર્ષની સરખામણીએ લગભગ બમણું થયું છે. કિંગફિશર એરલાઇન્સની વિમાન સેવા હાલમાં બંધ રાખવામાં આવી છે.

લિકર કિંગ વિજય માલ્યાની માલિકીની કિંગફિશર એરલાઈન્‍સની સેવા ગયા ઓક્‍ટોબર બાદથી બંધ રહી છે. કિંગફિશર એરલાઈન્‍સની સેવા ક્‍યારેય ફરી શરૂ થશે તેને લઈને હજુ સસ્‍પેન્‍સની સ્‍થિતિ છે. કારણ કે રેગ્‍યુલેટરી મંજૂરી તેને મળી રહી નથી. કિંગફિશરે એરલાઈન્‍સ પુન શરૂ કરવાના પ્રયાસ રૂપે સેક્‍ટર રેગ્‍યુલેટર સમક્ષ બે વખત તેની પુન સજીવન યોજના રજૂ કરી છે પરંતુ રેગ્‍યુલેટરે હજુ મંજૂરી આપી નથી.

કિંગફિશર એરલાઈન્‍સને 2142 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્‍યું છે. એક વખતે ભારતની નંબર 2 કરિયર તરીકે રહેલી કિંગફિશર એરલાઈન્‍સને નેટ નુકસાન વધીને માર્ચમાં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં વધીને 2142 કરોડ ઉપર પહોંચી ગયું હતું જે એક વર્ષ અગાઉ 1150 કરોડની સરખામણીમાં લગભગ બમણું છે. વિજય માલ્‍યાની માલિકીની આ કંપની ઉપર બેંકો, એરપોર્ટ અને અન્‍યોનું કુલ રૂપિયા 14000 કરોડનું દેવું છે. તેના ફ્‌લાઈંગ લાઈસન્‍સ પણ ગયા વર્ષના અંત સુધી રદ કરી દેવામાં આવ્‍યા હતા.

કિંગફિશર એરલાઈન્‍સે સેક્‍ટર રેગ્‍યુલેટર સમક્ષ યોજના રજૂ કરી હોવા છતાં સેક્‍ટર રેગ્‍યુલેટરે આમા કોઈ ઉત્‍સાહ દર્શાવ્‍યો નથી. યુબી ગ્રૂપ દ્વારા શરૂઆતમાં ફંડીંગ આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ આવી રજૂઆત છતાં કિંગફિશરને ફરી સેવા શરૂ કરવાની મંજૂરી મળી રહી નથી. ઓપરેશનના તેના આઠ વર્ષમાં કિંગફિશરને ક્‍યારેય પણ નફો થયો નથી.

English summary
Kingfisher Airlines losses increased to 2142 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X