For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LIC IPO: ખત્મ થયો ઇંતજાર, 4મે એ લોન્ચ થવા જઇ રહ્યો છે LICનો આઇપીઓ, જાણો ક્યાં સુધી રહેશે ખુલ્લો

ભારતીય જીવન વીમા નિગમનો IPO (LIC IPO) 4મેંના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. અહેવાલો અનુસાર LICનો IPO 4 મેના રોજ ખુલશે અને 9 મેના રોજ બંધ થશે. રોકાણકારો લાંબા સમયથી LICના IPOની રાહ જોઈ રહ્યા હતા અને હવે રોકાણકારો

|
Google Oneindia Gujarati News

ભારતીય જીવન વીમા નિગમનો IPO (LIC IPO) 4મેંના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. અહેવાલો અનુસાર LICનો IPO 4 મેના રોજ ખુલશે અને 9 મેના રોજ બંધ થશે. રોકાણકારો લાંબા સમયથી LICના IPOની રાહ જોઈ રહ્યા હતા અને હવે રોકાણકારોની આ રાહનો અંત આવવાનો છે. LICના IPOમાં પ્રાઇસ બેન્ડ શું હશે તેની માહિતી હજુ સામે આવી નથી. અહેવાલો અનુસાર, સરકાર એક-બે દિવસમાં પ્રાઇસ બેન્ડ સહિત આ IPO વિશે અન્ય માહિતી જાહેર કરી શકે છે. આ IPOનું કદ 21,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રોકાણકારો LICના IPOમાં 9 મે સુધી બિડ કરી શકે છે. IPO એન્કર રોકાણકારો માટે 2 મેના રોજ ખુલશે. તમને જણાવી દઈએ કે સરકારે તાજેતરમાં SEBIને IPO માટે સંશોધિત DRHP જમા કરાવ્યું છે.

સરકાર 3.5 ટકા હિસ્સો વેચશે

સરકાર 3.5 ટકા હિસ્સો વેચશે

LICના આ IPOમાં ભારત સરકાર તેનો 3.5 ટકા હિસ્સો વેચશે. અગાઉ સરકાર 5 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી રહી હતી, પરંતુ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે LICનો માત્ર 3.5 ટકા હિસ્સો વેચવામાં આવશે. સરકારે LICના વેલ્યુએશન અને વેચવાના હિસ્સામાં સુધારો કર્યો છે કારણ કે ભૂતકાળમાં બજારમાં ઘણી વોલેટિલિટી રહી છે. રોકાણકારોની ઓછી માંગની આશંકાને કારણે વેચવામાં આવનાર હિસ્સો ઘટાડવામાં આવ્યો છે.

રૂ. 21,000 કરોડ હોઈ શકે છે IPOનું કદ

રૂ. 21,000 કરોડ હોઈ શકે છે IPOનું કદ

જો આપણે LICની રૂ. 6 લાખ કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન પર નજર કરીએ તો અંદાજિત ઇશ્યુ કદ રૂ. 21,000 કરોડ હશે. જો કે, સરકાર માહિતી જાહેર કરે પછી જ આ અંગે સ્પષ્ટતા થશે. LIC ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની વીમા કંપની છે. તેમાં સરકારનો 100% હિસ્સો છે. રુસો-યુક્રેન યુદ્ધ પહેલા કંપનીનું વેલ્યુએશન 12 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો જે હવે ઘટીને અડધો થઈ ગયો છે. આવી સ્થિતિમાં, જો આપણે 6 લાખ કરોડના મૂલ્યાંકન પર પણ 3.5 ટકા હિસ્સો વેચવાની વાત કરીએ, તો સરકારને તેમાંથી લગભગ 21 હજાર કરોડ રૂપિયાની કમાણી થશે.

અત્યાર સુધીનો સૌથી મોટા IPO

અત્યાર સુધીનો સૌથી મોટા IPO

LICનો IPO ભારતનો સૌથી મોટો IPO હશે. અગાઉ, Paytmનો IPO સૌથી મોટો હતો, જે લગભગ રૂ. 18,300 કરોડ હતો. આ સિવાય કોલ ઈન્ડિયા (15,500 કરોડ) અને રિલાયન્સ પાવર (11,700 કરોડ) પણ દેશના સૌથી મોટા IPOમાં સામેલ છે.

English summary
LIC's IPO is going to be launched on May 4, how long it will remain open
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X