For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારૂતિની કાર બની મોંઘી, 20 હજાર સુધીનો વધારો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

maruti-suzuki
નવી દિલ્હી, 16 જાન્યુઆરી: દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઇ)એ પોતાની કારોના ભાવમાં 20 હજાર રૂપિયાનો વધારો કરવા જઇ રહી છે. કંપનીએ ચલણમાં પ્રતિકુળ ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખતાં પોતાના વાહનોનો ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે.

મારૂતિના બધા જ મોડલોના ભાવમાં વધારો આજથી લાગૂ કરવામાં આવશે. કંપનીની કારોના ભાવમાં 20 હજાર સુધીનો વધારો થશે. ગત મહિને કંપનીએ પોતાના વાહનોના ભાવમાં એકથી ત્રણથી ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. મારૂતિના અનુસાર ચલણમાં ઉતાર-ચઢાવના કારણે તેના માર્જિનમાં દબાણ વધી રહ્યું છે જેને ધ્યાનમાં રાખી ભાવમાં વધારો કરવો જરૂરી છે. કંપની દેશમાં મારૂતિ-800 આયાતી કિઝાશી વેચે છે. દિલ્હીમાં આ મોડલનો ભાવ (એક્સ શોરૂમ) 2.09 લાખ રૂપિયાથી માંડીને 17.52 લાખ રૂપિયા છે.

ચાલુ નાણાંકિય વર્ષના બીજા ત્રિમાસિકમાં કંપનીનો શુદ્ધ ફાયદો 5.41થી ધટીને 227.45 કરોડ રૂપિયા થઇ ગયો છે. માનેસર સંયંત્રમાં હિંસા તથા વેચાણમાં ઘટાડો તથા ચલણના ઉતાર-ચઢાવના કારણે કંપનીના ફાયદાને અસર પડી છે. કંપનીએ કહ્યું છે કે જુલાઇ-સપ્ટેમ્બરના ત્રિમાસિક વિદેશી વિનિમય ઉતાર-ચઢાવની તેના પર 350 કરોડની અસર પડી છે.

English summary
India's largest passenger car maker Maruti Suzuki India on Tuesday said it will increase the prices of its vehicles across models by up to Rs. 20,000 from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X