Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિંડોઝ ફોન યૂજરને મળશે 20 જીબી ફ્રી સ્ટોરેજ

નવી દિલ્હી, 25 ડિસેમ્બર: માઇક્રોસોફ્ટ યૂજર્સને આકર્ષવા માટે નવી-નવે ઓફર અવાર નવાર રજૂ કરે છે. આ શ્રેણીમાં માઇક્રોસોફ્ટ ફરી એકવાર શાનદાર ઓફર લઇને આવી છે. કંપની વિંડોઝ ફોન યૂજર્સને એક વર્ષ સુધી મફતમાં 20 જીબી સ્કાઇ ડ્રાઇવ સ્ટેરોજ આપી રહી છે. તમને જણાવી દઇએ કે કંપની યૂજર્સને 7 જીબી સ્કાઇડ્રાઇવ સ્ટોરેજ આપતી જ હતી, તેના પર 20 જીબીની ભેટ યૂજર્સને આકર્ષશે.

ઇમેલ દ્વારા પુષ્ટિ
માઇક્રોસોફ્ટે આ સમાચારની પુષ્ટિ લાઇવ એકાઉન્ટમાં ઇમેલ મોકલીને કરી છે. આ ઇમેલમાં લખ્યું છે કે યૂજર્સ માઇક્રોસોફ્ટ માટે ભરપૂર પ્રેમ કંપનીની પ્રેરણા છે. એટલા માટે કંપની ક્રિસમસને યાદગાર બનાવતાં 20 જીબી મફત આપી રહી છે. માઇક્રોસોફ્ટના અનુસાર ફ્રી સ્ટોરેજનો ક્લેમ 31 જાન્યુઆરી 2014 પહેલાં કરવો પડશે.

windows-phone

શું છે સ્કાઇ ડ્રાઇવ
સ્કાઇડ્રાઇવ વિંડોઝ વિંડોઝ ફોનનું ઇનબિલ્ટ ફીચર છે. આ પર્સનલ ઓનલાઇન સ્ટોરેજ છે જેમાં તમે ફોટો અને ફાઇલ્સ મેમરીની ચિંતા કર્યા વિના સેવ કરી શકો છો. ઇન્ટરનેટ ઇનબિલ્ટ ડિવાઇસથી સ્કાઇડ્રાઇવ ડૉટ કોમ પર જાવ અને પોતાની અંગત વસ્તુઓને સેવ કરો. આ પોર્ટલ પર જવા માટે સ્કાઇવડ્રાઇવ મોબાઇલ એપની મદદ લેવી પડશે. જો તમે વિંડોઝ ફોન યૂજર છો અને તમારી સ્કાઇડ્રાઇવ એકાઉન્ટ નથી તો મેલ પર ઉપલબ્ધ લિંક પર ક્લિક કરો કારણ આ મેલ બધા વિંડોઝ ફોન યૂજર્સ પાસે મોકલવામાં આવી છે.

આ એકસ્ટ્રા સ્ટોરેજનો ઉપયોગ કરવાનો સૌથી સરળ રીત ફોટો અને વીડિયોના બેકઅપના રૂમાં લેવી પડશે. કારણ કે સૌથી વધુ ફોનની સ્પેસ આ ફીચર્સથી ઓછી હોય છે. જ્યારે તમે તમારા ફોટા અને ફાઇલ્સ સ્કાઇડ્રાઇવ પર મોકલી આપશો ત્યારબાદ તમારા ફોનમાં ઘણું બધુ રાખી શકશો. આ પહેલાં ઓક્ટોબરમાં ગૂગલે પણ પોતાના યૂજર્સને 25 અને 50 જીબીની ફ્રી સ્પેસ ઓફર કરી રહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X