For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્લાય ઘટતાં ચાલુ વર્ષે દૂધની કિંમતોમાં થશે ભાવ વધારો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કો-ઓપરેટિવ ડેરીઓએ જણાવ્યા મુજબ આ પિરિયડ દરમિયાન સામાન્ય રીતે દૂધની સપ્લાય ઓછી થઈ જતી હોવાથી વર્ષ 2019માં દૂધની કિંમતમાં ઉછાળો આવી શકે છે. શિયાળામાં મિલ્ક પ્રોડક્શનમાં ઘટાડાનું મુખ્ય કારણ ખેડૂતોને મળતું ઓછું રિટર્ન પણ છે. અમુલ બ્રાન્ડ ધરાવતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢીએ કહ્યું કે, "2019માં દૂધની કિંમતોમાં વધારો નોંધાશે. ગત વર્ષની સરખામણીએ સ્કિમ્ડ મિલ્ક પાવડર (SMP)નો સ્ટોક ઓછો હોય અને દૂધની સપ્લાયમાં પણ સદંતર ઘટાડો પણ દૂધની કિંમત વધારા પાછળનાં મુખ્ય કારણો છે."

milk

ડેરીઓને આશા છે કે અમુક કોઓપરેટિવ ડેરીઓ ખેડૂતોની સારી કિંમત નહિ ચૂકવી શકે. વધુમાં આરએસ સોઢીએ ઉમેર્યું કે ગત વર્ષે ખેડૂતો દ્વારા કરાતી ઢોરની ખરીદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વધુમાં જણાવ્યું કે શિયાળામાં દૂધ ઉત્પાદનમાં 15 ટકાના ઉછાળાની સામે આ વર્ષે શિયાળામાં માત્ર 2 ટકાના વધારા સાથે અમુલ ડેરી દરરોજ 248 લાખ લીટર દૂધ પ્રાપ્ત કરે છે.

2017માં કો-ઓપરેટિવ ડેરી સાથે અન્યોએ મિલ્ક અને મિલ્ક પ્રોડક્શનની કિંમમાં પ્રતિ લીટર દીઠ 2 રૂપિયાનો ભાવ વધારો ઝીક્યો હતો. ઉપલબ્ધ SMP અને સ્થિર કોમોડિટિ કિંમતોએ વર્ષ 2018માં દૂધની કિંમતોને પણ સ્થિર રાખવામાં મદદ કરી હતી. ઈન્ડસ્ટ્રીના અંદાજ મુજબ ડિસેમ્બરના અંત સુધીમાં દેશમાં સ્કિમ્ડ મિલ્ક પાવડરનો સ્ટોક 7,00,000 ટનનો રહ્યો છે. નિકાસમાં વધારો થતાં SMPની કિંમતમાં ગત એક મહિનામાં 15 ટકા ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો- ગુજરાતમાં દર કલાકે પકડાય છે 9 દારૂડિયા! જપ્ત કર્યો હજારો લીટર દારૂ

English summary
milk price will increase in 2019 due to supply drop
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X