
Budget 2021: ડિફેંસ સેક્ટર માટે 4 લાખ 78 હજાર કરોડ
Defense Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2021 રજૂ કરી દીધું છે. આ બજેટમાં દેશના તમામ ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપ્યું છે. આ વર્ષના બજેટમાં રક્ષા ક્ષેત્રમાં મામૂલી વધારો કરાયો છે. આ વખતે રક્ષા બજેટ 4 લાખ 78 હજાર કરોડનું છે. જેમાં 1 લાખ 35 હજાર કરોડ રૂપિયા કેપિટલ વ્યય તરીકે સામેલ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બજેટનાં વખાણ કરતા કહ્યું કે આ આત્મનિર્ભર ભારત માટે છે.
નાણાકીય વર્ષ 2020-21માં રક્ષા બજેટ માટે 4,78,195.62 લાખ કરોડ રૂપિયા જાહેર કરાયા હતા. જેમાં 1,15,850 લાખ કરોડ રૂપિયાનું પેંશન સામેલ છે. ડિફેંસના કુલ બજેટમાં જો પેંશનની રાશિ હટાવી દેવામાં આવે તો આ લગભગ 3.63 લાખ કરોડ છે. નાણાકીય વર્ષ 2020-21 માટે 4,71,378 કરોડ રૂપિયાની વહેંચણી 2019-20ના બજેટના અનુમાનો (4,31,010.79 કરોડ રૂપિયા)માં 9.37 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
મોદી સરકારે સતત સાતમી વખત ડિફેંસ બજેટને વધાર્યું છે. અગાઉ 2020માં રક્ષા બજેટ 4.71 લાખ કરોડ રૂપિયા હતું. જ્યારે 2019માં મોદી સરકારે રક્ષા બજેટ માટે 3.18 લાખ કરોડ રૂપિયા જાહેર કર્યા હતા.
રક્ષામંત્રીએ કહ્યું કે, રક્ષા પૂંજીગત વ્યયમાં આ લગભગ 19 ટકાનો વધારો છે. જે પાછલા 15 વર્ષમાં રક્ષા માટે પૂંજી પરિવ્યયમાં સૌતી વધારે વૃદ્ધિ છે. ભારત રક્ષા બજેટ પર સૌથી વધુ ખર્ચ કરતો દુનિયાના ટૉપ 5 દેશમાં સામેલ છે. આ લિસ્ટમાં પહેલા સ્થાને અમેરિકા છે, જ્યારે બીજા સ્થાને ચીન છે. ત્રીજા સ્થાને ભારત, ચોથા સ્થાને રશિયા અને પાંચમા સ્થાને સાઉદી અરેબિયા છે.
આ પણ વાંચો
- Budget 2021: પેટ્રોલ-ડીઝલ પર લગાવવામાં આવી કૃષિ સેસ, જાણો તમારા પર શું થશે અસર
- BUDGET 2021: ઇન્કમટેક્સ સ્લેબમાં ન કરાયો કોઇ બદલાવ, કરદાતાઓને કોઇ રાહત નહી
- Budget 2021: બજેટમાં શું સસ્તુ-શું મોંઘુ થયુ, જુઓ આખુ લિસ્ટ