For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણી બેંક ઓફ અમેરિકાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાંથી દૂર થશે

|
Google Oneindia Gujarati News

mukesh-ambani
વૉશિંગ્ટન, 16 માર્ચ : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બેંક ઓફ અમેરિકાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો છે. આ સાથે તેઓ બેંકની વૈશ્વિક સલાહકાર પરિષદના સભ્ય તરીકે જોડાશે. આ અંગેની એક અખબારી યાદીમાં બેંક ઓફ અમેરિકાએ જણાવ્યું છે કે મુકેશ અંબાણીએ બેંક ઓફ અમેરિકાના શેર ધારકોની વર્ષ 2013ની વાર્ષિક બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટ્ર્સમાં સામેલ નહીં થવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે અંબાણી માર્ચ 2011થી બેંક ઓફ અમેરિકાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયેલા છે. તેઓ બેંકની વૈશ્વિક સલાહકાર પરિષદની સ્થાપના સમયે તેના નિર્દેશક હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત13 એકેડેમિક અને સાર્વજનિક નીતિગત બિઝનેસ સાથે જોડાયેલા રહ્યા હતા.બેંક ઓફ અમેરિકાની વૈશ્વિક સલાહકાર પરિષદ તેમના માટે સેવા પ્રદાન કરશે.

આ પરિષદના ચેરપર્સન બેંક ઓફ અમેરિકાવા મુખ્ય કાર્યકારી અધિકારી બ્રેઇન મોહનિહાન હશે.આ એક બિન નફાકીય એકમ હશે જે બેંકની આંતરિક અને વૈશ્વિક બાબતો પર ધ્યાન આપશે. મોયનિહને જણાવ્યું કે અમારી વૈશ્વિક સલાહકાર પરિષદ કંપનીઓ માટે એક આદર્શ વિકલ્પ બનશે અને મુકેશ અંબાણીના નિર્ણય, અનુભવ અને અંતરદ્રષ્ટિનો લાભ લેતી રહેશે.

બેંક ઓફ અમેરિકાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ ચાર્લ હોલ્ડિંગે જણાવ્યું કે નિર્દેશક મંડળમાં અમે મુકેશ અંબાણીના અનુભવો અને વિચારોના યોગદાનથી બહુ ખુશ છીએ. ઉલ્લેખનીય છે કે બેંક ઓફ અમેરિકા અગ્રણી આર્થિક એકમ છે. તે અંદાજે 5.3 કરોડ ગ્રાહકો અને વપરાશકારોને સેવા પ્રદાન કરે છે.

English summary
Mukesh Ambani deviates from Bank of America's Board of Directors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X