For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના સસ્તા શહેરોમાં દિલ્હી અને મુંબઇ

|
Google Oneindia Gujarati News

mumbai
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરીઃ વિશ્વના 131 મોટા શહેરોમાં દિલ્હી અને મુંબઇમાં જિંદગી વિતાવવી સૌથી સસ્તી છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે, ભલે દેશમાં લોકો મોંઘવારીથી પરેશાન હોય, પરંતુ વિશ્વના મોંઘા શહેરોમાં દિલ્હી અને મુંબઇ સૌથી નીચા ક્રમે આવે છે.

વિશ્વભરમાં 131 શહેરોમાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે ધ ઇકોનોમિક ઇન્ટેલિજેન્સ યૂનિટ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં ખાવાનું, કપડાં ટ્રાન્સપોર્ટ અને બાકીની સુવિધાઓ માટે થતાં ખર્ચ સહિત 160 વસ્તુઓની કિંમતના આધારે શહેરોમાં રેન્કિંગ આપવામાં આવ્યું છે.

સર્વે અનુસાર મુંબઇ અને કરાચી સૌથી સસ્તા શહેર છે, ત્યાર બાદ દિલ્હીનો નંબર આવે છે. વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદીમાં પહેલા નંબર પર આવે છે. જાપાનની રાજધાની ટોકિયો.

આ સર્વેની ખાસ વાત એ છે કે, યૂરોપ અને અમેરિકાના સૌથી મોટા શહેરોને પછાડીને એશિયા અને ઓસ્ટ્રેલિયાના શહેર વિશ્વાના સૌથી મોંઘા શહેર સાબિત થયા છ. સૌથી મોંઘા પાચ શેહરોમાં ચાર શહેર એશિયા અને ઓસ્ટ્રેલિયાના છે.

પહેલાં નંબરમાં ટોકિયો, બીજામાં જાપાનું શહેર ઓસાકા અને ત્રીજા નંબર પર છે ઓસ્ટ્રેલિયાનું સિડની, ચોથા નંબર પર નોર્વેનું ઓસ્લો શહેર છે અને પાંચમાં નંબર પર છે ઓસ્ટ્રેલિયાનું મેલબર્ન શહેર.

English summary
Mumbai and Karachi were the joint cheapest locations in the survey followed by New Delhi, the Nepalese capital of Kathmandu and Algerian capital of Algiers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X