મહિલાઓ માટે સારા સમાચાર, ડિસકાઉન્ટ પર નહીં લાગે VAT!

Posted By:
Subscribe to Oneindia News

રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ એટલે કે (એનસીડીઆરસી) જાહેરાત કરી છે કે જે દુકાનો 40 ટકાના ડિસ્કાઉન્ટ પર વસ્તુઓ વેચી રહ્યા છે તે આ વસ્તુઓ પર વેટ કે અન્ય કોઇ ડ્યૂટી ડિસ્કાઉન્ટેડ કિંમતો પર નહીં લગાડી શકે. તેમના કહેવા મુજબ ગ્રાહક ગૂડ્ઝ એક્ટના વિભાગ 2 (ડી) પ્રમાણે ડિસ્કાઉન્ટેડ ભાવો પર વેટ અને અન્ય ડ્યૂટી લગાડવી અયોગ્ય છે. એનસીડીઆરસીનો આ ઓર્ડર તે ગત મહિને ત્યારે આવ્યો જ્યારે ચંદીગઢ અને દિલ્હીની વૂડલેન્ડની ફેન્ચાઇઝીએ 40 ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ વાળા જેકેટ પર ગ્રાહકને વેટના 119.85 રૂપિયા આપવાની ના પાડી ગ્રાહકે 40 ટકાના ડિસ્કાઉન્ટ પર 3,995ની એમઆરપી સાથે એક જેકેટ ખરીદ્યું હતું.

shopping

ન્યાયમૂર્તિ અને એનસીડીઆરસીના પ્રમુખ ડી કે જૈન જણાવ્યું ડિસ્કાઉન્ટેડ ભાવની આવી જાહેરાત ખરેખરમાં ઉપભોક્તાઓને પ્રલોભન બતાવીને ખોટા માર્ગે દોરે છે. ત્યારે હાલ તો જિલ્લા કક્ષાના ફોરમ દ્વારા ગ્રાહક પાસેથી આ અંગે વેટ લગાવવા માટે તેને વળતર આપવાની સાથે જ તેને જે કાયદાકીય પૈસા ભરવા પડ્યા છે તે પણ આપવા કંપનીને કહેવામાં આવ્યું છે. જો કે આ સમાચાર તે તમામ લોકો માટે ખુશીના સમાચાર છે જે ડિસકાઉન્ટેડ ભાવમાં મોટા પ્રમાણમાં શોપિંગ કરતા હોય છે. આ તમામ લોકોને હવે જો 40 ટકાથી ઓછા ડિસકાઉન્ટ પર કોઇ વસ્તુ કે પ્રોડક્ટ ખરીદતા હશે તો વેટ કે અન્ય કોઇ ડ્યૂટીની કિંમત નહીં ચૂકવવી પડે.

English summary
હવે કંપનીઓ 40 ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટેડ ભાવો પર વેટ કે અન્ય કોઇ ડ્યૂટી નહીં લગાવી શકે, આ અંગે વિગતવાર વાંચો અહીં.
Please Wait while comments are loading...