For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

41 મેગાપિક્સલ સાથે નોકિયાએ લોન્ચ કર્યો Lumia 1020

|
Google Oneindia Gujarati News

ન્યુયોર્ક, 12 જુલાઇ : ફિનલેન્ડની હેન્ડસેટ કંપની નોકિયાએ નવો સ્માર્ટ ફોન લુમિયા 1020 રજૂ કર્યો છે. આ સ્માર્ટ ફોનની વિશેષતા એ છે કે તેમાં 41 મેગાપિક્સલનો કેમેરા ઉપલબ્ધ છે. કંપનીએ જણાવ્યું છે કે આ મોડેલની મદદથી ઇમેજિંગ સેક્શનમાં તેની સ્થિતિ વધારે મજબૂત બનાવી શકાશે.

નોકિયાના અધ્યક્ષ અને સીઇઓ સ્ટીપન ઇલોપે જણાવ્યું કે લુમિયા 1020થી તસવીરોને એક નવો અર્થ મળશે. ઇમેજિંગ સેગમેન્ટમાં કંપનીની સ્થિત મજબૂત બનશે.

નોકિયા લુમિયા 1020માં 1.2 મેગાપિક્સલનો એચડી વાઇડ એંગલ ફ્રન્ટ કેમેરા પણ છે. જેનાથી વીડિયો કોલ્સ કરી શકાય છે. નોકિયા લુમિયા 1020નું વેચાણ અમેરિકામાં 26 જુલાઇથી શરૂ કરવામાં આવશે. તેની કિંમત 299.99 ડોલર એટલે કે અંદાજે રૂપિયા 17,890 રૂપિયા છે.

તે યલો, વ્હાઇટ અને બ્લેક કલર્સમાં ઉપલબ્ધ છે. નોકિયા લુમિયા 1020માં 4.5 ઇંચની AMOLED WXGA સ્ક્રીન છે. તેમાં ગોરિલા ગ્લાસ ફીટ કરવામાં આવ્યો છે. તેમાં 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુઅલ કોર સ્નેપડ્રેગન એસ4 પ્રોસેસર છે. તેમાં 2 જીબી રોમ છે અને તેમાં વિન્ડોઝ 8 ઓપરેટિંગ સિસ્ટમ છે. તે 32 જીબી ઇન્ટર્નલ મેમરી ધરાવે છે.

1

1

2

2

3

3

4

4

5

5

6

6

7

7

8

8

9

9

10

10

11

11

12

12

13

13

14

14

15

15

16

16

17

17

18

18

19

19

20

20

English summary
Nokia launches Lumia 1020 with 41 megapixel camera
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X