એરટેલના પોસ્ટપેડ ગ્રાહકો માટે છે મોટી ખુશખબર, જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

જો તમે એરટેલ ગ્રાહક છો તો આ ખબર તમારા કામની છે. એરટેલે તેના પોસ્ટપેડ ગ્રાહકો માટે ખાસ ઓફર નીકાળી છે જે તમારા માટે કોઇ મોટી ખુશખબરથી ઓછી નથી. એરટેલનું કહેવું છે કે જો તમને કોઇ પોસ્ટપેડ ગ્રાહક કોઇ મહિને તેનું ઇન્ટરનેટ ડેટા બચાવી રહ્યો છે તો આવનારા મહિને તેનો તે ઇન્ટરનેટ ડેટા કેરીફોવર્ડ થઇને તેને પોછા મળી જશે. એરટેલની આ ખાસ ઓફર 1 ઓગસ્ટ 2017થી શરૂ થઇ જશે. એરટેલ જણાવ્યા મુજબ કંપનીના પોસ્ટપેડ ગ્રાહકો 200 જીબી સુધી ઇન્ટરનેટ ડેટા આવનારા મહિનામાં કેરી ફોર્વર્ડ કરી શકે છે. પોતાના ડેટા યૂઝની જાણકારી ગ્રાહકો કંપનીના એપ માય એરટેલ દ્વારા જાણી શકે છે. આમ કરીને તમે તમારા ન વપરાયેલો ડેટા બીજા મહિના માટે મેળવી શકો છો.

airtel

કંપનીની આ નવી ઓફર તે લોકોને ફાયદો પહોંચાડશે જે રોજ ઇન્ટરનેટનો વપરાશ બદલાતો રહે છે. જો તમે પણ કોઇ સમયે વધારે અને કોઇ સમયે ઓછું ઇન્ટરનેટ વાપરો છો તો પછી તમે આ ઓફરનો ફાયદો લઇ શકો છો. નોંધનીય છે કે એરટેલનું આ પગલું કંપનીના નવા ડિઝિટલ ઇનોવેશન પ્રોજેક્ટ નેક્સ્ટનો ભાગ છે. જેમાં એરટેલ તેના ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવા માટે પ્રયાસો કરી રહ્યું છે. આ નવા પગલા હેઠળ આવનારા 3 વર્ષોમાં આ માટે કંપની કુલ 2000 કરોડ રૂપિયા રોકશે.

English summary
Now airtel postpaid customers can carry forward their unused data balance.
Please Wait while comments are loading...