For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવેથી માત્ર બેંકો જ ડિપોઝિટ સ્વીકારી શકશે : RBI

|
Google Oneindia Gujarati News

subbarao
નવી દિલ્હી, 7 જૂન : જાહેર સાહસની બેન્કોમાં નાણાકીય તરલતામાં વધારો થાય તે માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા એવા પગલા લેવામાં આવી રહ્યા છે જેનાથી નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ સહિતની અન્ય કંપનીઓ ઉપર પણ ડિપોઝિટ લેવા માટે મનાઈ ફરમાવવામાં આવશે. પરિણામે ડિપોઝિટ લેવાનો અધિકાર માત્ર બેન્કો પાસે જ રાખવામાં આવશે.

બેન્કો સિવાયની સંસ્થાઓને થાપણ લેવાની મનાઈ કરનારું પગલુ ધીમું હોઈ શકે છે અને તેને લગતી પ્રક્રિયા પૂરી કરવાની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જોકે આ નિર્ણય અંગે હજુ કોઈ કાર્ય પદ્ધતિ પણ શરૂ કરવામાં આવી નથી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ડી. સુબ્બારાવે જણાવ્યું છે કે, રિઝર્વ બેન્કના મત પ્રમાણે સમય જતા અમારે એવી નાણાકીય સિસ્ટમ તરફથી આગળ વધવું જોઈએ કે જેમાં થાપણનો સ્વીકાર બેન્કિંગ સિસ્ટમ પુરતો જ મર્યાદિત રહે. બેન્કિંગ સિસ્ટમની બહાર થાપણો એકત્ર કરવાનું ઓછુ થવું જોઈએ અને સમય આવ્યે તે નાબૂદ કરાશે.

પશ્ચિમ બંગાળનમા ચીટફંડ કૌભાંડ પછી નિયમનકારો જેવા કે આરબીઆઈ અને સેબી વચ્ચે પરસ્પર દોષારોપણની રમત ચાલી હતી અને તેના પગલે આરબીઆઈ દ્વારા આ પ્રમાણેનો ભાર પૂર્વકનો નિર્ણય લેવો પડ્યો છે કે એકલી બેન્કો જ થાપણો સ્વીકારી શકશે.

આ કૌભાંડમાં હજારો રોકાણકારોએ તેમની જિંદગીની બચત ગુમાવી છે, પણ આ કંપનીઓના રોકાણકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોઈ નિયમન કાર દ્વારા લેવામાં આવી નથી.ભારતીય કાયદા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ, રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળ આવતા ચીટફંડ અને સહકારી મંડળીઓને ડિપોઝિટ સ્વીકારવાની મંજૂરી આપે છે, પરંતુ દેખરેખ નબળી હોવાથી કતૌભાંડીઓ સજા વીના છટકી જાય છે.

વિદેશી બેન્કો માટે ટૂંક સમયમાં નવા નિયમો આવશે
ભારતમાં આવેલી ખાનગી બેન્કોને ખૂબ જ ટૂંક સમયમાં સબસિડિયરી કંપનીમાં રૃપાંતરણ થવુ પડશે. આગામી થોડા મહિનાઓમાં આરબીઆઈ દ્વારા વિદેશી બેન્કો માટે અકે નવી ગાઈડ લાઈન લાવવાનું વિચારી રહી છે. આરબીઆઈના ગવર્નર ડી. સુબ્બારાવે જણાવ્યું છે કે હજુ આ વિશે અમુક કાયદાકીય કાર્યવાહી કરવાની બાકી છે તે પથી આ નિયમાવલી રજૂ કરવામાં આવશે. વર્ષ 2008ની મંદી પછી ભારત સતર્ક થઈ ગયું છે. આરબીઆઈના મત પ્રમાણે વિદેશી બેન્કો અહી સબસિડિયરી કંપની બની ને કામ કરે જેથી વિદેશમાં તેમની શાખાને કોઈ નુકસાન તોય તો તેની અસર ભારતની ઈકોનામી પર પડશે નહીં. હાલ બધી જ વિદેશી બેન્કો ભારતમાં તેમની બ્રાન્ચથી કામ કરી રહી છે.

English summary
Only banks can accept deposits : RBI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X