For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાતાધારકો સાથે છેતરપિંડી કરવા પર 4 સરકારી બેંકોને દંડ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 4 સરકારી બેંકો પર કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બેંકોમાં પંજાબ નેશનલ બેન્ક, યુકો બેન્ક, અલ્હાબાદ બેંક અને કોર્પોરેશન બેન્કનો સમાવેશ થાય છે.

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 4 સરકારી બેંકો પર કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બેંકોમાં પંજાબ નેશનલ બેન્ક, યુકો બેન્ક, અલ્હાબાદ બેંક અને કોર્પોરેશન બેન્કનો સમાવેશ થાય છે. આરબીઆઇએ કેવાયસી (Know Your Customer) ના નિયમોનું ઉલ્લંઘન અને એકાઉન્ટ ખોલવા માટેનાં નિયમોને પુરા ન કરવાનો આરોપ આ ચાર બેંકો પર લગાવ્યો છે. આરબીઆઇએ આ બેંકો પર કેવાયસીના નિયમોને અવગણવા અને એકાઉન્ટ ખોલવા માટેના નિયમોમાં ગડબડ કરવા પર રૂ. 1.75 કરોડનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો: એકવાર ફરીથી ATM ની બહાર લાંબી કતાર, શું રોકડની તંગી છે કારણ?

આ બેંકોને ફટકાર્યો કરોડોનો દંડ

આ બેંકોને ફટકાર્યો કરોડોનો દંડ

આરબીઆઇએ કેવાયસીના નિયમોનું ઉલ્લંઘન અને ચાલુ ખાતા ખોલવાના નિયમોને ધ્યાનમાં ન લેવા બદલ પંજાબ નેશનલ બેન્ક (પી.એન.બી.), યુકો બેન્ક, અલ્હાબાદ બેંક અને કોર્પોરેશન બેન્ક પર રૂ. 1.75 કરોડનો દંડ ફટકાર્યો છે. આરબીઆઇએ પીએનબી, અલ્હાબાદ બેંક અને યુકો બેન્ક પર રૂ. 50-50 લાખ અને કોર્પોરેશન બેન્ક પર રૂ. 25 લાખનો દંડ ફટકાર્યો છે.

શું છે આખો કેસ

શું છે આખો કેસ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે બેન્કો પર આ દંડ કેવાયસી અથવા મની લોન્ડરિંગ રોધક માપદંડો ઉપરાંત ચાલુ ખાતું ખોલતી વખતે આરબીઆઈના દિશાનિર્દેશોને અનુસરતા ન હોવાના કારણે લાદવામાં આવ્યા છે. કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી નિયમોનું પાલન ન કરવા પર કરવામાં આવી છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી ગ્રાહકો સાથે કરવામાં આવેલા બેંકોના કરાર અથવા વ્યવહારોની કાયદેસરતા સાથે કંઈ લેવાદેવા નથી.

HDFC પર પણ દંડ ફટકાર્યો

HDFC પર પણ દંડ ફટકાર્યો

આ પહેલા ખાનગી સેક્ટરની HDFC પર પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. આરબીઆઈએ બેન્કિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે એચડીએફસી બેન્ક પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આરબીઆઈએ એચડીએફસી પર રૂ. 1 કરોડનો દંડ ફટકાર્યો હતો.

English summary
Penalty for 4 government banks on cheating with account holders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X