For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેપ્સી-કોક કોલ્ડ ડ્રિંક્સમાંથી નુકસાનકારી તત્વ BVO દૂર કરશે

|
Google Oneindia Gujarati News

ન્યુયોર્ક, 6 મે : વિશ્વની જાણીતી કોલ્ડ ડ્રિંક્સ કંપની પેપ્સી અને કોકા કોલા તેના ઠંડા પીણાઓમાંથી સ્વાસ્થ્યને માટે હાનિકારક ગણાતા એક તત્વને દૂર કરવા માટે રાજી થઇ ગઇ છે. કંપનીઓએ આ નિર્ણય એક ઓનલાઇન અરજી બાદ લીધો છે.

કોકા કોલાએ આ વર્ષના અંત સુધીમાં તેના કોલ્ડ ડ્રિંક્સમાંથી એક વિવાદાસ્પદ તત્વ દૂર કરવાની તૈયારી દર્શાવી છે. આ તત્વનું નામ બ્રોમિનેટેડ વેજિટેબલ ઓઇલ છે. તેને ટૂંકમાં બીવીઓ-BVO તરીકે ઓળખવામાં આવે છે. બીવીઓ નામનો પદાર્થ કોકા કોલાના ફેન્ટા અને પાવરએ઼ડ જેવા ડ્રિંક્સમાં મળી આવે છે.

અરજીમાં જણાવ્યા અનુસાર કોકા કોલાના પીણાઓમાં એવા પદાર્થો મળી આવ્યા હતા જે આગ ઓલવવા માટે ઉપયોગમાં લેવાતા હોય. આ અરજી અમેરિકામાં એક કિશોરીએ change.org પર કરી હતી. સારા કવાના નામની કિશોરીએ પોતાની અરજીમાં દર્શાવ્યું હતું કે જાપાન અને યુરોપીયન યુનિયનમાં આ તત્વને ખાદ્ય પદાર્થોમાં ભેળવવાની મંજૂરી નથી.

pepsi-coca-cola

અરજીમાં આ વિશે ચિંતા દર્શાવ્યા બાદ કંપનીએ તેને દૂર કરવાની તૈયારી દર્શાવી છે. કોકા કોલાના પ્રવક્તા જોશ ગોલ્ડે આ વિશે કહ્યું કે બીવીઓને હટાવવું એ સુરક્ષા સાથે જોડાયેલો મોટો મુદ્દો નથી. કંપનીનો દાવો છે કે તેમના જે ઉત્પાદનોમાં બીવીઓ છે, તે બધા જ સુરક્ષિત છે અને હંમેશા રહેશે. તેમના ઉત્પાદનમાં એ તમામ દેશોના દિશા-નિર્દેશોનું પાલન થયું છે, જ્યાં તેમનું વેચાણ થઈ રહ્યું છે.

ફળોના સ્વાદ વાળા પીણાઓમાં બીવીઓનો ઉપયોગ પીણાને ટકાઉ બનાવવા માટે કરવામાં આવે છે. આ પદાર્થને કારણે પેય પદાર્થોના વિવિધ ઘટકો અકબંધ રહે છે.

બીવીઓમાં બ્રોમાડાઇડ હોય છે, જે બ્રોમાઇડયુક્ત અગ્નિશમન ઓલવવા વાળા પદાર્થોમાં ઉપયોગમાં લેવાય છે, જેનો વધુ પડતો ઉપયોગ આરોગ્ય પર હાનિકારક અસર કરે છે. તેનાથી યાદ શક્તિ ઓછી થવી, ત્વચા અને આંતરડા સાથે જોડાયેલી સમસ્યાઓ થતી હોય છે.

English summary
Pepsi and Coke announce today that company will going to remove harmful ingredient BVO from cold drinks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X