For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ 5 રૂપિયા સસ્તું થયું, વિજય રૂપાણીએ કર્યું ટ્વીટ

સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરતાં પેટ્રોલ-ડીઝલ સસ્તાં થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી દેશભરના નાગરિકો પરેશાન હતા. હાલ પેટ્રોલ-ડીઝલની કિંમતો હાઈએસ્ટ લેવલ પર પહોંચી ગઈ છે. 10મી સપ્ટેમ્બરે વિપક્ષે ભારત બંધનું એલાન કરીને ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે હવે નાગરિકોને સરકારે થોડી રાહત આપી છે. નાણામંત્રી અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાવ ઘટાડા અંગે માહિતી આપી છે..

arun jaitley

અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ પર 1 રૂપિયો ઘટાડશે અને કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી પર 1.50 રૂપિયા ઘટાડશે, જેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો થશે. ઉપરાંત રાજ્ય સરકાર સાથે બેઠક કરીને વધુ ભાવ ઘટે તે અંગે પગલાં ભરવામાં આવશે. અરુણ જેટલીએ કહ્યું કે અનેક વૈશ્વિક પરિબળો દેશના અર્થતંત્ર પર અસર કરતાં હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ક્રૂડની કિંમતમાં હરણફાડ વધારો થયો છે, જેને પગલે દેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી ગઈ છે. ત્યારે ભાવ પર કાબૂ મેળવવા માટે મોદી સરકારે આયાત ઘટાડવા સહિતનાં પગલાં ભર્યાં છે.

આ પણ વાંચો- પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી પંપ માલિકો પણ પરેશાન

ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસાનો વધારો અને ડીઝલના ભાવમાં 22 પૈસાનો વધારો ઝીંકાયો હતો, નવા ભાવ લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ લીટર દીઠ 83.09 અને ડીઝલ 80.98 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. ત્યારે કેન્દ્ર સરકાર આ કિંમતોમાં અઢી રૂપિયા ઘટાડશે. નાણામંત્રીની આ જાહેરાત બાદ દેશના સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલમાં કેન્દ્ર સરકારે અઢી રૂપિયાના કરેલા ઘટાડા બાદ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરીને રાજ્ય સરકારે પણ અઢી રૂપિયાનો ઘટાડો કર્યો હોવાનું જણાવ્યું. જેથી ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો નોંધાશે. જ્યારે અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકારે વેટ ઘટાડીને પેટ્રોલ-ડીઝલ વધુ સસ્તાં કરી શકે છે.

આ પણ વાંચો- પેટ્રોલ-ડીઝલની કિંમતોએ તોડ્યા બધા રેકોર્ડ, જાણો આજની કિંમત

English summary
petrol diesel price will be reduced by 2.5 rupee, govt reduced excise duty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X