PMનું વચન : ભારત વીમા ક્ષેત્રેમાં ઉદારીકરણ કરશે

જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પત્રકાર પરિષદને સંબોધિત કરતાં મનમોહન સિંહે કહ્યું કે, મારી કેબિનેટે વીમા ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)માં વધારો કરવાના પ્રસ્તાવને માન્ય રાખ્યો છે. આ ક્ષેત્રમાં એફડીઆઈ લિમિટ હાલની 26 ટકાથી વધારી 49 ટકા કરવામાં આવશે.
વીમા સેક્ટરમાં ઉદારીકરણ લાગુ કરવા પોતાની સરકારની દ્રઢતાની ખાતરી આપીને મનમોહન સિંહે કહ્યું કે કેબિનેટની મંજૂરી બાદ અમે સંસદની મંજૂરીની રાહ જોઈએ છીએ. મનમોહન સિંહની યાત્રા સમયે ભારત અને જર્મનીએ શિક્ષણ, કૃષિ અને ક્લીન એનર્જી સહિત 6 ક્ષેત્રોમાં કરાર કર્યા છે. જર્મની ભારતને 6 વર્ષ માટે એક અબજ યુરોની રાહતના દરવાળી લોન આપશે.












Click it and Unblock the Notifications
