For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI એ ઇ-વૉલેટ કંપનીઓને આપી 6 મહિનાની અવધિ

RBIએ આ ઇ-વૉલેટ કંપનીઓને તેના ગ્રાહકોને કેવાયસી (Know Your Customer) કરાવવા માટે છ મહિનાનો સમય આપ્યો છે

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ દેશમાં કાર્યરત ઇ-વૉલેટ કંપનીઓને મોટી રાહત આપી છે. RBIએ આ ઇ-વૉલેટ કંપનીઓને તેના ગ્રાહકોને કેવાયસી (Know Your Customer) કરાવવા માટે છ મહિનાનો સમય આપ્યો છે. આરબીઆઈના નિર્ણયનો સૌથી મોટો ફાયદો Paytm અને Amazon જેવી મોટી કંપનીઓને થશે. તમને જણાવી દઈએ કે આરબીઆઇ દ્વારા બેંકો માટે ગ્રાહકો પાસેથી કેવાયસી ભરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: દેશની સૌથી મોટી બેંક SBI માં 25% નોકરીઓ સમાપ્ત થશે, આ છે કારણ

બીજો છ મહિનાનો વધુ સમય મળ્યો

બીજો છ મહિનાનો વધુ સમય મળ્યો

આરબીઆઈએ ગ્રાહકોનું કેવાયસી કરાવવા માટે પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) પર કામ કરતી કંપનીઓને સૂચના આપી હતી. આ માટે આરબીઆઈએ 28 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કર્યો હતો. પરંતુ આ સમય સીમામાં કંપનીઓ તેમના મોટી સંખ્યામાં તેમના ગ્રાહકોનું કેવાયસી કરાવવા માટે અસમર્થ રહી હતી. આ પછી, કંપનીઓએ કેવાયસી કરાવવા માટે આરબીઆઈ પાસેથી વધુ સમય માંગ્યો હતો.

કંપનીઓની આ માંગ પછી આરબીઆઇએ તેમને છ મહિનાનો સમય આપ્યો છે. તે સાથે આરબીઆઈએ કેવાયસીને પૂર્ણ કરવા માટે આ કંપનીઓને વૈકલ્પિક સાધનોનો ઉપયોગ કરવાનું કહ્યું છે.

તેઓ વધુ લાભ થશે

તેઓ વધુ લાભ થશે

RBI ની તરફથી કેવાયસી પૂર્ણ કરવા છ મહિનાનો વધુ સમય આપ્યા પછી Paytm, MobiKwik, Flipkart, PhonePe અને Amazonજેવી કંપનીઓને સૌથી વધુ લાભ થશે. આ કંપનીઓ નાણાકીય વ્યવહારો ઉપરાંત ગુડ્સ પર્ચેજનું કાર્ય પણ કરે છે.

કેવાયસી શું છે?

કેવાયસી શું છે?

કેવાયસી એ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સંચાલિત એક ઓળખ પ્રક્રિયા છે, જેની મદદથી બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ તેમના ગ્રાહકોને સારી રીતે જાણી શકે છે. કેવાયસી એટલે કે "નો યોર કસ્ટમર" એટલે કે તમારા ગ્રાહકને જાણો બેંક અને નાણાકીય કંપનીઓ આ માટે ફોર્મ ભરાવી અને તેની સાથે ઓળખનો પુરાવો પણ લે છે.

ઈંદરા નૂઈ એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ

ઈંદરા નૂઈ એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ

બીજી તરફ પેપ્સિકોના ભૂતપૂર્વ સીઇઓ ઈંદરા નૂઈ, એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થઇ ગઈ છે. તેની ઓનલાઇન રિટેલ કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ઓક્ટોબર 2018 માં પેપ્સિકોથી રાજીનામું આપનારી નૂઈ એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થનારી બીજી ભારતીય મહિલા છે. અગાઉ, ફેબ્રુઆરીના પ્રારંભમાં સ્ટાર્બક્સના એક્ઝિક્યુટિવ રોસલિંડ બ્રેવર પણ બોર્ડમાં જોડાઈ હતી.

English summary
RBI Extends KYC Compliance Norms By 6 Months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X