
RBIએ નાણાકીય વર્ષ 2021-22 માટે GDPમાં 10.5 ટકા ગ્રોથનુ વ્યક્ત કર્યુ અનુમાન
નવી દિલ્લીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા(RBI)ની મૌદ્રિક નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક બુધવારે ખતમ થઈ ગઈ. આ મીટિંગ બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મીટિંગમાં થયેલ પરિણામોનુ એલાન કર્યુ. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી ગ્રોથનુ અનુમાનને પણ 10.5 ટકા સુધી યથાવત રાખ્યુ છે. આ ઉપરાંત આરબીઆઈએ રેપો રેટમાં પણ કોઈ ફેરફારની ઘોષણા કરી નથી જેના કારણે વ્યાજદરોમાં કોઈ ફેરફાર થયો નથી. આના કારણે સામાન્ય લોકોને લોન પર કોઈ રાહત મળી શકશે નહિ.
કોરોનાના પ્રસાર છતાં પણ સુધરી રહી છે ભારતીય અર્થવ્યવસ્થા
આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે કોરોનાના પ્રસાર છતાં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળી રહ્યો છે. જો કે હાલમાં જે રીતે કેસ વધી રહ્યા છે તેનાથી થોડી અનિશ્ચિતતા વધી છે પરંતુ ભારત પડકારો સામે લડવા માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે ફેબ્રુઆરીમાં મોંઘવારી 5 ટકા ઉંચાઈ પર રહેવા છતાં આ રિઝર્વ બેંકના સુવિધાજનક સીમાની અંદર છે. આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે નાણાકીય વર્ષ 2021-22 માટે રિયલ જીડીપી ગ્રોથનો દર પહેલા ત્રિમાસિકમાં 26.2 ટકા, બીજા ત્રિમાસિકમાં 8.3 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 5.4 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 6.2 ટકા રહી શકે છે.
તમને જણાવી દઈએ કે સરકાર અને આરબીઆઈએ દેશ અને ઈકોનૉમીને કોવિડની મારથી ઉભારવા માટે મહામારી દરમિયાન પણ ઘણી મહત્વની કોશિશ કરી હતી. લૉકડાઉન દરમિયાન સરકારે ગયા વર્ષે એક મોટુ પેકેજનુ પણ એલાન કર્યુ હતુ. વળી, આરબીઆઈએ નાણાકીય સિસ્ટમને મુશ્કેલીમાંથી ઉભારવા માટે 12.7 લાખ કરોડ રૂપિયાના લિક્વિડિટીનુ એલાન કર્યુ હતુ.
વર્ષ 2021-22 માટે રેપો રેટ રહેશે 4%, RBIએ નથી કર્યો ફેરફાર