For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI MPC: રેપો રેટ 4 ટકા પર સ્થિર, 2021-22માં 9.5% GDP ગ્રોથનુ અનુમાન

કેન્દ્રીય રિઝર્વ બેંક(આરબીઆઈ) આજે એટલે કે શુક્રવારે મૌદ્રિક નીતિ સમિતિની સમીક્ષા કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય રિઝર્વ બેંક(આરબીઆઈ) આજે એટલે કે શુક્રવારે મૌદ્રિક નીતિ સમિતિની સમીક્ષા કરી. કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે આરબીઆઈએ પોતાના મુખ્ય વ્યાજ દરો રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે એલાન કર્યુ કે રેપો રેટ 4 ટકા પર યથવાત રહેશે. આ સાથે જ આરબીઆઈ ગવર્નરે નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી ગ્રોથ 9.5 ટકા રહેવાનુ અનુમાન લગાવ્યુ છે.

rbi

આરબીઆઈ મૌદ્રિક નીતિ સમિતિ(એમપીસી)ની સતત સાતમી બેઠકમાં આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે કમિટિએ એકરાય પૉલિસી દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. રિવર્સ રેપો રેટ પહેલાની જેમ જ 3.35 ટકા પર સ્થિર રહેશે જ્યારે માર્જિનલ સ્ટેંડિંગ ફેસિલિટી રેટ (MSFR) અને બેંક રેટ 4.25 ટકા રહેશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે એ પણ કહ્યુ કે જ્યાં સુધી જરૂરી નથી ત્યાં સુધી તે પૉલિસીનુ વલણ અકોમોડેટિવ જ રાખશે.

મળતી માહિતી મુજબ અકોમોડેટિવ વલણ પર 6માંથી 5 સભ્યો સંમત હતા. વળી, એમપીસીનુ માનવુ છે કે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે અને ઈકોનૉમી આગળ વધી રહી છે. જીડીપી ગ્રોથ માટે પૉલિસી સપોર્ટ જરૂરી છે. વર્તમાનમાં આરબીઆઈનુ ધ્યાન સપ્લાય, ડિમાન્ડ સારુ કરવા પર કેન્દ્રીત છે. આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે વેક્સીનેશનથી અર્થવ્યવસ્થાને ગતિ મળવાની આશા છે. કોરોના વાયરસની બીજી ભયાનક લહેર બાદ એક વાર ફરીથી અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે. રસીકરણની ગતિ વધવાથી ઈકોનૉમિક એક્ટિવિટી વધી છે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આગળ કહ્યુ કે સીપીઆઈ ઈનફ્લેશને મેમાં આપણને સરપ્રાઈઝ કર્યા. જો કે પ્રાઈસ મોમેન્ટ મૉડરેટ રહ્યુ છે. ડિમાન્ડમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ સ્થિતિ સામાન્ય થવાના થોડો સમય લાગી શકે છે. શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2021-22માં દેશની જીડીપીમાં સુધારો હોવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે FY22 માં જીડીપી ગ્રોથના અનુમાનમાં કોઈ ફેરફાર કર્યો નથી, તે 9.5 ટકા પર યથાવત રહેશે.

English summary
RBI monetary policy 2021 repo rate GDP Growth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X