For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોલરના ખરીદદારો પર RBIની કડક નજર

|
Google Oneindia Gujarati News

rbi
મુંબઇ, 26 જૂન : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ માર્કેટમાં ડોલરનું વેચાણ કરી રહેલી બેંકોને ગોલ્‍ડ ટ્રેડર્સ અને એફઆઈઆઈની ડોલર ડિમાન્‍ડ અંગે માહિતી મેળવવા માટે સૂચના આપી છે. આ સાથે રિઝર્વ બેંકે કેટલાક મોટા લેન્‍ડર્સને પોતાની ઇન્‍ટરબેંક ફોરેન એક્‍સચેન્‍જ ટ્રેડીંગ પોઝિશન લિક્‍વિડેટ કરવા માટે પણ સૂચના આપી છે.

બીજી બાજુ કેટલાક એફઆઈઆઈ દ્વારા જુદી રમત રમવામાં આવી રહી છે. આ લોકો કરન્‍સી માર્કેટમાં પોતાના લાભને જાળવી રાખવા માટે ગ્રાહકોની ઇક્‍વિટી હોલ્‍ડિંગનો લાભ લઈ રહ્યા છે. વરિષ્ઠ બેંકર્સને લાગી રહ્યું છે કે આ સૂચનાઓ આરબીઆઈની માર્કેટમાં દરમિયાનગીરી કરવાની વ્‍યૂહરચના માટે આધાર બની શકે છે.

ડોલરની ખરીદી કરનાર લોકોના નામ આરબીઆઈ દ્વારા મંગાવવામાં આવી રહ્યા છે. એમએમસી બેંકના કારોબારીએ કહ્યું છે કે આરબીઆઈના અધિકારીઓ ડોલરની ખરીદી કરનાર કોણ છે અને કેટલા ડોલરની ખરીદી કરવામાં આવી રહી છે તે અંગે માહિતી મેળવી રહ્યા છે.

રિઝર્વ બેંક હવે સ્‍પષ્ટ વલણ અપનાવી રહી છે. માર્કેટમાં કેટલી દરમિયાનગીરી કરવામાં આવે તેની નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. એફઆઈઆઈ અથવા બુલિયન આયાતકારોને ડોલરની જરૂર છે તો તેમને માર્કેટ રેટથી ચૂકવણી કરવી પડશે. આરબીઆઈ ડોલર સામે રૂપિયાની કિંમતમાં ધટાડો થયા બાદ પોતાની વ્‍યૂહરચના મુજબ રૂપિયાને સ્‍થિર કરવાના પ્રયાસમાં છે. આના માટે દરમિયાનગીરી પણ કરવામાં આવી રહી છે.

English summary
RBI strict eye on dollar buyers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X