For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ કેપિટલ જાપાની કંપની સાથે મળીને બેંક ખોલશે

|
Google Oneindia Gujarati News

reliance-capital-logo
નવી દિલ્હી, 26 જૂન : નવા બેંકિંગ લાયસન્સ મેળવવાની તૈયારી કરી રહેલા અનિલ અંબાણી જૂથની કંપની રિલાયન્સ કેપિટલે આજે જણાવ્યું છે કે તે પોતાના પ્રસ્તાવિત બેંકિંગ વ્યવસાયમાં જાપાનના સુમિતોમો મિત્સુઇ બેંક અને નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સને ભાગીદાર બનાવશે. જાપાનમાં ફાઇનાન્સ ક્ષેત્રની આ બંને કંપનીઓ ચાર ચાર અથવા પાંચ પાંચ ટકાની ભાગીદાર બની શકે છે.

વર્તમાન સમયમાં બિન બેંકિંગ આર્થિક સેવાઓના બિઝનેસમાં લાગેલી રિલાયન્સ કેપિટલને આજે જાહેર કરેલા પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે પ્રસ્તાવિત બેંકની મુખ્ય પ્રમોટર હશે. આ ઉપરાંત બેંકિંગ લાયસન્સ મેળવવા માટે તે ટૂંક સમયમાં આરબીઆઇને અરજી સોંપશે.

સુમિતોમો મિત્સુઇ ટ્રસ્ટ બેંક જાપાનની સૌથી મોટી બેંકો પૈકી એક છે. નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સ એશિયાની સૌથી મોટી આર્થિક સેવા કંપનીઓમાંથી એક છે. વર્તમાન સમયમાં રિલાયન્સ કેપિટલ જીવન વીમા અને મ્યુચ્યુઅલ ફંડ કારોબારમાં તેમની સાથે ભાગીદારી કરી રહી છે.

નવા પગલાંઓમાં રિલાયન્સ કેપિટલે એ એકમોમાં સામેલગીરી કરી છે જેઓ બેંકિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરવાના છે. બેંકિંગ લાયસન્સ મેળવવા માટે આરબીઆઇને 1 જુલાઇસ, 2013 સુધીમાં અરજી મોકલવાની છે.

રેલિગેર એન્ટરપ્રાઇસ પણ આ દોડમાં સામેલ છે. બેંકિંગ લાયસન્સ મેળવવા માટેની લાયકાત કેળવવા માટે તેણે પોતાના પ્રમોટર્સનો હિસ્સો ઘટાડીને 49 ટકા કરી દેવાની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત આદિત્ય બિરલા જૂથ, જે એમ ફાઇનાન્શિયલ સ્રેઇ, ટાએફસીઆઇ અને અન્ય કેટલીક કંપનીઓ પણ બેંકિંગ લાયસન્સ મેળવવા માટે પ્રક્રિયા શરૂ કરી છે.

English summary
Reliance Capital will open bank with Japanese company.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X