For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ 4 બેંકોમાંથી પોતાનો હિસ્સો વેચ્યો

|
Google Oneindia Gujarati News

reliance-logo
નવી દિલ્હી, 13 મે : પોતાના રોકાણ પોર્ટ ફોલિયોમાં એક મોટું પરિવર્તન લાવવાના હેતુથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ચાર બેંકો એચડીએફસી, એક્સિસ, કેનેરા અને પંજાબ નેશનલ બેંકમાંથી પોતાનો હિસ્સો વેચી દીધો છે. જો કે તેણે બે અન્ય બેંકો આઇસીઆઇસીઆઇ અને ભારતીય સ્ટેટ બેંકમાં પોતાનો હિસ્સો વધાર્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વર્ષ 2012-13ના વાર્ષિક રિપોર્ટમાં મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપનીએ જાહેર ક્ષેત્રની ચાર કંપનીઓએનએમડીસી, એનટીપીસી, ઓએનજીસી તથા ઓઇલ ઇન્ડિયામાં પણ રોકાણ કર્યું છે. પોતાના બિન ઇક્વિટી પોર્ટફોલિયો અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ટાટા સન્સના ડિબેન્ચરમાં 300 કરોડ રૂપિયાનું નવું રોકાણ કર્યું છે. આ ઉપરાંત અનિલ અંબાણીની આગેવાનીવાળી મ્યુચ્યુ્અલ ફંડની કંપનીની ત્રણ યોજનામાં 791 કરોડ રૂપિયાની રકમ જોડી છે. અનુસૂચિત બેંકોની જમા યોજનાઓમાંથી 15,720 કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચ્યું છે.

કંપનીએ આઇસીઆઇસીઆઇ બેંકમાં પોતાની હિસ્સેદારી 79 કરોડ રૂપિયાથી વધારીને 174 કરોડ રૂપિયા કરી દીધી છે. બીજી તરફ એસબીઆઇમાં પોતાનો હિસ્સો 112 કરોડ રૂપિયાથી વધારીને 199 કરોડ રૂપિયા કરી દીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 31 માર્ચ, 2013 સુધી રૂપિયા 72,000 કરોડ રૂપિયાનું દેવું હતું. પણ હવે કંપની ઋણમુક્ત બની છે. રોકડ અને બેંકોમાં જમા રકમ થઇને તેની પાસે 82,975 કરોડ રૂપિયા છે.

English summary
Reliance Industries sold his stake in 4 banks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X