સારા સમાચાર: LPG સિલિન્ડર 35 રૂપિયા સસ્તું થયું

Posted By:
Subscribe to Oneindia News

ઝડપથી વધી રહેલી મોંઘવારી વચ્ચે એક સારા સમાચાર પણ આવ્યા છે. એલપીજી સિલિન્ડર ની કિંમતમાં ફરી એકવાર ઘટાડો થયો છે. લગભગ 6 મહિનાથી સબસીડી વિનાના સિલિન્ડર સસ્તા થઇ રહ્યા છે. તેમની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. કંપની ઘ્વારા સબસીડી વિનાના સિલિન્ડર ની કિંમતમાં ફરી એકવાર ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા ની સીધી અસર તમારા ખિસ્સા પર થશે. સિલિન્ડર સાથે સાથે નાના સિલિન્ડર, જેટ ફ્યુલ અને કમર્શિયલ સિલિન્ડર ની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

એલપીજી સિલિન્ડર ની કિંમતમાં ઘટાડો

એલપીજી સિલિન્ડર ની કિંમતમાં ઘટાડો

તેલ કંપનીઓ ઘ્વારા સબસીડી વિનાના સિલિન્ડર 35.50 રૂપિયા સસ્તા કરી દેવામાં આવ્યા છે. નવી કિંમત 1 એપ્રિલે અમલમાં આવી ચુકી છે. કિંમતમાં ઘટાડા પછી દિલ્હીમાં સબસીડી વિનાના સિલિન્ડર ની કિંમત 653.50 રૂપિયા છે. જયારે મુંબઈમાં તેની કિંમત 625 રૂપિયા છે.

6 મહિનાથી થયો રહ્યો છે ઘટાડો

6 મહિનાથી થયો રહ્યો છે ઘટાડો

સબસીડી વિનાના સિલિન્ડર ની કિંમત સતત ઘટી રહી છે. છેલ્લા 6 મહિનામાં સિલિન્ડર ની કિંમતમાં 88.50 રૂપિયાનો ધટાડો થયો છે. 1 નવેમ્બર 2017 દરમિયાન દિલ્હીમાં સબસીડી વિનાના સિલિન્ડર ની કિંમત 742 રૂપિયા હતી. પરંતુ હવે તેની કિંમત 653.50 રૂપિયા થઇ ગયી છે.

સબસીડીવાળા સિલિન્ડર ની કિંમત

સબસીડીવાળા સિલિન્ડર ની કિંમત

જો દિલ્હીની વાત કરવામાં આવે તો સબસીડીવાળા સિલિન્ડર ની કિંમત 491.35 રૂપિયા રહી ગયી છે. એટલું જ નહીં પરંતુ તેલ કંપનીઓ ઘ્વારા 5 કિલો એલપીજી સિલિન્ડર ની કિંમત 15 રૂપિયા અને 19 કિલો કમર્શિયલ સિલિન્ડર ની કિંમતમાં 54 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેટ ફ્યુલની કિંમતમાં પણ 231 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં જેટ ફ્યુલ 61,450 રુપયે પ્રતિ કિલોલિટર વેચવામાં આવી રહ્યું છે.

English summary
Prices of non-subsidised LPG, or cooking gas, have been reduced by Rs 35.50 per cylinder.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.