For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિટફંડ ગોટાળો: શારદા ગ્રુપના ચેરમેન સુદીપ્તો સેનની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sudipta-sen
કલકત્તા, 24 એપ્રિલ: શારદા ચિટફંડ કંપનીના અધ્યક્ષ સુદીપ્તો સેનને કંપનીના બે અન્ય અધિકારીઓ સાથે કાશ્મીર ઘાટીથી ધરપકડ કરી લીધી છે. શારદા કંપનીએ હજારો રોકાણકારો સાથે કથિત રીતે છેતરપીંડી કરી છે.

જમ્મૂ-કાશ્મીર પોલીસે આ ત્રણેયને પહેલાં સોનમર્ગમાં ઝડપી પાડ્યા હતા ત્યારબાદ ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઓળખ સેન, નિર્દેશક દેબાણી મુખર્જી અને અરવિંદ સિંહ ચૌહાણના રૂપમાં કરવામાં આવી. ચૌહાણ ઝારખંડમાં કંપનીનું કામકાજ જોતો હતો. તેમને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પછી ટ્રાંજિટ રિમાન્ડ પર કોલકત્તા લઇ જવામાં આવશે. એક સ્કોર્પિયોને જપ્ત કરવામાં આવી હતી જેના પર પશ્વિમ બંગાળનો નંબર છે.

લાખો રોકાણકારો રસ્તા પર ધરણા-પ્રદર્શન કરી રહ્યાં છે અને તેમના પર આરોપ છે કે રોકાણકારો સાથે તેમને 30 કરોડ રૂપિયાની ઠગાઇ કરી છે. કંપનીના હજારો એજન્ટોની નોકરી પણ જતી રહી છે.

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ સુદીપ્તો સેનની ધરપકડ અંગે પુષ્ટિ કરી છે. મુખ્યમંત્રીએ પહેલાંથી જ સુદીપ્તો સેનની ધરપકડના આદેશ આપ્યા છે અને સંકેત આપ્યા હતા કે તે ઉત્તર ભારતમાં છે.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમની ઓળખની પુષ્ટિ થઇ ગઇ છે અને ધરપકડનો શ્રેય પોલીસને જાય છે, પોલીસ સૂત્રોનું કહેવું છે કે ત્રણેય 12 એપ્રિલના રોજ કલકત્તાના સાલ્ટ લેક સ્થિત સુદીપ્તો સેનના ઘરેથી સ્કોર્પિયોમાં નિકળ્યા હતા.

સૂત્રોનું કહેવું છે કે પહેલાં તે રાંચી આવ્યા અને પછી વિભિન્ન રાજ્યોના માર્ગેથી ગત બે દિવસો દરમિયાન તે સોનમર્ગ પહોંચ્યા. તેમને કહ્યું હતું કે તેમના વાહન પર પશ્વિમ બંગાળનો નંબર હતો માટે શંકાના આધારે જમ્મૂ-કાશ્મીર પોલીસે તેમની ધરપકડ કરી લીધી અને પશ્વિમ બંગાળની પોલીસને સૂચના આપી હતી.

ગાંદરબળના પોલીસ કમિશ્નર શાહિદ મેહરાજે કહ્યું હતું કે ત્રણેયને ગાંદરબળ પોલીસ લાઇનમાં રાખવામાં આવ્યાં છે. શારદા સમૂહ બંધ થયા બાદ પશ્વિમ બંગાળ સરકારે ચિટફંડ કંપનીઓની તપાસ માટે વિશેષ તપાસ દળની રચના અને ઉચ્ચ સ્તરીય તપાસની જાહેરાત કરી છે.

English summary
The long arm of the law finally caught up with Sudipta Sen, the man behind one of the biggest financial frauds in Bengal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X