For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસબીઆઈએ FD નું વ્યાજ ઘટાડ્યું, જાણો કેટલું નુકસાન થશે

ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ ફિક્સ ડિપોઝિટ (એફડી) પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ત્યારબાદ, એસબીઆઈએ રિટેલ ડોમેસ્ટિક ફિક્સ ડિપોઝિટનો વ્યાજ દર 0.10 ટકા સુધી ઘટાડ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ ફિક્સ ડિપોઝિટ (એફડી) પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ત્યારબાદ, એસબીઆઈએ રિટેલ ડોમેસ્ટિક ફિક્સ ડિપોઝિટનો વ્યાજ દર 0.10 ટકા સુધી ઘટાડ્યો છે. એસબીઆઈએ 2 વર્ષથી ઓછી મુદતની થાપણ પર વ્યાજ દરને 0.10% ઘટાડ્યો છે. આ પછી દર 6.8 ટકાથી ઘટીને 6.7 ટકા થયો છે. વ્યાજ દરમાં આ ફેરફાર 26 ઓગસ્ટથી અમલમાં આવશે. એકંદરે એસબીઆઈએ વ્યાજ દર 0.30 ટકાથી લઈને 0.70 ટકા સુધી ઘટાડ્યો છે. જોકે બચત બેંક ખાતામાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચાલો, આપણે જાણીએ કે સમય પ્રમાણે કેટલું વ્યાજ મળશે અને 26 ઓગસ્ટ પહેલા એફડી કરાવવાથી શું ફાયદો થશે.

બચત બેંક ખાતામાં વ્યાજ બદલાયું નથી

બચત બેંક ખાતામાં વ્યાજ બદલાયું નથી

એસબીઆઇએ તેના બચત બેંક ખાતામાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. 1 મે, 2019 ના રોજ, એસબીઆઇએ કહ્યું હતું કે તે 1 લાખ રૂપિયાથી વધુ બેલેન્સ વાળા બચત બેન્ક ખાતાના વ્યાજ દારોને રેપો રેટ સાથે જોડશે. પરંતુ તેનો અમલ હજુ કરવામાં આવ્યો નથી. આરબીઆઈ દ્વારા દર ઘટાડાયા પછી, એસબીઆઈએ આવા બચત બેંક ખાતામાં માત્ર 2.65 ટકા વ્યાજ આપવું જોઈએ, પરંતુ એસબીઆઇએ હજી સુધી તે કર્યું નથી. હાલમાં એસબીઆઈ બચત બેંક ખાતા પર 1 લાખ રૂપિયાથી વધુની ધરાવતા બચત ખાતા પર 3% વ્યાજ ચૂકવી રહી છે. તે જ સમયે, 1 લાખ રૂપિયાથી ઓછી રકમ ધરાવતા બચત ખાતા પર 3.50 ટકા વ્યાજ ચૂકવી રહી છે.

એસબીઆઇના નવા વ્યાજદરો

એસબીઆઇના નવા વ્યાજદરો

- 7 થી 45 દિવસની એફડી પર 5 ટકાને બદલે 4.5 ટકા વ્યાજ મળશે.

- 46 થી 179 દિવસની એફડી પર વ્યાજ 5.75 ટકાને બદલે 5.50 ટકા મળશે.

- 180 થી 210 દિવસની એફડી પર 6.25 ટકા ને બદલે 6.00 ટકા વ્યાજ મળશે.

- 211થી 1 વર્ષથી ઓછી એફડીમાં 6.25 ટકાને બદલે 6.00 ટકા વ્યાજ મળશે.

- 1 વર્ષથી 2 વર્ષ સુધીની એફડી પર 6.80 ટકાને બદલે 6.70 ટકા વ્યાજ મળશે.

- 2 વર્ષથી 3 વર્ષ સુધીની એફડી પર 6.70 ટકાને બદલે 6.50 ટકા વ્યાજ આપવામાં આવશે.

- 3 વર્ષથી 5 વર્ષ સુધીની એફડીમાં 6.60 ટકાને બદલે 6.25 ટકા વ્યાજ મળશે.

- 5 વર્ષથી વધુથી લઈને 10 વર્ષથી સુધીની એફડી પર 6.50 ટકાને બદલે 6.25 ટકા વ્યાજ મળશે.

26 ઓગસ્ટ પહેલા એફડી કરનારાઓને લાભ મળશે

26 ઓગસ્ટ પહેલા એફડી કરનારાઓને લાભ મળશે

જો તમને એસબીઆઈ દ્વારા એફડીમાં આ ઘટાડા પહેલાં એફડી કરાવવા ઈચ્છો , તો આજે તમારી પાસે શાખામાં જઈને એફડી કરાવવાની તક છે. પરંતુ જો તમારી પાસે ઓનલાઇન એકાઉન્ટ છે, તો તમારી પાસે 26 ઓગસ્ટ પહેલાં એફડી કરવાની તક છે. કારણ કે જો તમે 26 ઓગસ્ટ 2019 પહેલાં એસબીઆઈમાં એફડી કરવો છો, તો તમને વધુ વ્યાજ મળશે.

આ પણ વાંચો: મંદીના ટેન્શન વચ્ચે નાણામંત્રીનો અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ, સસ્તી થશે હોમ અને ઑટો લોન

English summary
SBI lowers FD interest, know how much loss
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X