For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3G રોમિંગ: ભારતીય એરટેલને સુપ્રિમ કોર્ટથી પણ રાહત ન મળી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

airtel
નવી દિલ્હી, 5 એપ્રિલ: 3જી રોમિંગને લઇને ભારતીય એરટેલને સુપ્રિમ કોર્ટમાંથી પણ નિરાશા હાથ લાગી છે. ભારતી એરટેલ હવે કલકત્તા, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત 7 રાજ્યોમાં 3જી સર્વિસ આપી શકશે નહી. આ વિસ્તારો માટે ભારતી પાસે 3જી લાઇસન્સ નથી. દિલ્હી હાઇકોર્ટે આ અંગે પોતાનો આદેશ પાછો લઇ લીધો હતો. પહેલાં કોર્ટે ટેલિકોમ વિભાગના તે આદેશ પર સ્ટે ઓર્ડર લગાવી દિધો હતો, જેમાં ભારતીને આ સર્કલોમાં 3જી સર્વિસ પુરી પાડવા પર મનાઇ ફરમાવી હતી.

ભારતી એરટેલે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ હાઇકોર્ટ દ્રારા લગાવવામાં આવેલા 350 કરોડ રૂપિયાના દંડ પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપવાની મનાઇ કરી દિધી હતી. આ મુદ્દે આરકોમનું કહેવું છે કે દિલ્હી હાઇકોર્ટના એક જજે ખોટી રીતે ટેલિકોમ વિભાગના આદેશ પર મનાઇ ફરમાવી દિધી હતી જેમાં સુનીલ મિત્તલના માલિકીની હકવાળી કંપનીએ તે વિસ્તારોમાં 3જી સર્વિસ ઓફર કરવાની મનાઇ કરી દિધી હતી, જ્યાં તેમને પરમિટ નથી.

આ મુદ્દે ટેલિકોમ વિભાગના વકીલ મનીષા ધીરે કહ્યું હતું કે ભારતીને તે 7 રાજ્યોમાં હાઇ એન્ડ ડેટા સર્વિસ પુરી પાડવા માટે 350 કરોડ રૂપિયા આપવા પડશે જ્યાં તેમની પાસે 3જી ફિકવન્સી નથી. જો કે તેમનું કહેવું છે કે આ પેમેન્ટની સમયમર્યાદા વિશે ત્યારે ખબર પડી શકે, જ્યારે કોર્ટનો આદેશ સાર્વજનિક કરવામાં આવશે.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
The Supreme Court Friday declined to hold an immediate hearing of a Bharti Airtel petition challenging the Delhi High Court ruling resurrecting the DoT order directing it to halt its 3G services in several circles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X