For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેબીનો DLFના 6 એક્ઝિક્યુટિવ્સ પર સિક્યુરિટી માર્કેટમાં 3 વર્ષના પ્રતિબંધનો આદેશ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 13 ઓક્ટોબર : સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ દેશની અગ્રણી રિયલ્ટી કંપની અને પ્રોપર્ટી ડેવેલપર ડીએલએફ લિમિટેડના ચેરમેન કે પી સિંહ સહિત છ એક્ઝિક્યુટિવ્સ પર સિક્યુરિટી માર્કેટમાં વેપાર કરવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.

નોંધનીય છે કે ડીએલએફ કંપનીએ તેના વર્ષ 2007ના આઈપીઓ સંબંધિત કેટલીક જાણકારી છુપાવી હતી એવો આરોપ છે. રિયલ્ટી ક્ષેત્રની દિગ્ગજ ડીએલએફ કંપનીએ તેના આઈપીઓ સંબંધિત દસ્તાવેજોમાં તેની તમામ પેટા-કંપનીઓના નામ તેમજ જેમની સામે લીગલ કેસ પેન્ડિંગ પડ્યા છે તેમના પણ નામ આપ્યા હતા કે નહીં તે વિશે માર્કેટ રેગ્યૂલેટર સેબી સંસ્થાએ તપાસ કરી હતી.

dlf-1

સેબીએ પોતાના 43પાનાંના ઓર્ડરમાં કહ્યું છે કે અમે આ કેસમાં સક્રિય રીતે જાણી જોઇને વિગતો છૂપાવવામાં આવી હોય તેમ જોઇ રહ્યા છીએ. જેથી ડીએલએફના આઇપીઓના સમયે શેર રજૂ કરવા દરમિયાન રોકાણકારોને છેતરી શકાય. તેમને ગેરમાર્ગે દોરી શકાય. નોંધનીય છે કે ડીએલએફએ વર્ષ 2007માં પોતાના આઇપીઓ મારફતે રૂપિયા 9187 કરોડ એકત્ર કર્યા હતા.

English summary
SEBI ban DLF's six top executives from securities markets for 3 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X