For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોઝિટિવ ઓપનિંગ બાદ સેન્સેક્સ અને નિફ્ટિ પછડાયા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 11 જુલાઇ : આજે શેર બજારે ગઇકાલના બજેટ 2014 બાજ પોઝિટિવ ઓપનિંગ મેળવ્યું હતું. જો કે આંતરરાષ્ટ્રીય બજારોમાં પોર્ટુગલ સંકટને કારણે જોવા મળેલી નકારાત્મક ચાલની ભારતના શેરબજાર પર અસર જોવા મળી હતી. જેના પગલે ભારતીય શેરબજાર પણ નકારાત્મક ઝોનમાં આવી ગયું હતું. પોર્ટુગલમાં નાણાકીય સંકટને પગલે પોર્ટુગલની બીજા ક્રમની સૌથી મોટી બેન્કમાં ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યું છે.

બજારને દેશની અગ્રણી આઇટી કંપની ઇન્ફોસિસના ક્વાર્ટર વનના પોઝિટિવ રિઝલ્ટને કારણે સપોર્ટ મળ્યો હતો અને આઇટી શેરોમાં તેજી જોવા મળી હતી. ઈન્ફોસિસે અપેક્ષાથી સારી કામગીરી નોંધાવીને 2886 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

સવારે 9.55 વાગ્યે BSE સેન્સેક્સ 68.04 પોઈન્ટ ઘટીને 25304.71 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8.80 પોઈન્ટ ઘટીને 7,558.95 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

5-stock-market

મોર્નિંગ સેશન બાદ બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકા જેટલા તૂટ્યા હતા. સેન્સેક્સમાં 230 અંકનો ઘટાડો આવ્યો છે. નિફ્ટી પણ 7500 ની પણ નીચે લપસી ગયો છે.

હેલ્થકેર અને આઈટી શેર 1 ટકાથી વધારે વધ્યા છે. ટેકનીકલ અને એફએમસીજી શેરોમાં 0.7 ટકાની મજબૂતી જોવા મળી છે.

નિફ્ટી શેરોમાં બીએચઈએલ 6 ટકા લપસ્યા છે. એનએમડીસી, હિન્ડાલ્કો, જિંદલ સ્ટીલ, પાવર, ગ્રીડ, યૂનાઈટેડ સ્પિરિટ્સ, એશિયન પેન્ટ્સ, ડીએલએફ, ટાટા સ્ટીલ, એસબીઆઈ, એચડીએફસી, ટાટા પાવર 5થી 2.5 ટકા તૂટ્યા છે.

દિગ્ગજોમાં ડૉ રેડ્ડીઝ, સન ફાર્મા, એચસીએલ ટેક, લુપિન, એચયૂએલ, ટીસીએસ, આઈટીસી, ઈન્ફોસિસ 2થી1 ટકા વધ્યા છે.

English summary
Sensex and Nifty tumble down after positive opening on day after Budget 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X