For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પાઇસ જેટને ફ્યુઅલ આપવાનું બંધ કરાતા તમામ ફ્લાઇટ્સ રદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ડિસેમ્બર : આર્થિક કટોકટીમાં ફસાયેલી સ્પાઈસ જેટની મુશ્કેલીઓમાં દિવસરાત વધારો થઇ રહ્યો છે. સ્પાઇસજેટને ઓઈલ કંપનીઓએ ઈંધણનો પુરવઠો બંધ કરી દેતા સ્પાઈસની તમામ ફ્લાઈટ્સ ઠપ થઈ ગઈ છે.

આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ સ્પાઈજેટની એક પણ ફ્લાઈટ આજે ઉડાન નથી ભરી શકી. એરલાઈનને બંધ થતી અટકાવવા માટે હજુ ગઈકાલે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતુ કે ઓઈલ કંપનીઓ અને એરપોર્ટ આપરેટર્સ સ્પાઈસ જેટને 15 દિવસની ક્રેડિટ ફેસેલિટી આપે તેવી ભલામણ કરશે.

ઓઈલ માર્કેટિંગ ફર્મ્સનું કહેવુ છે કે હજુ સરકાર તરફથી તેમને સ્પાઈસ જેટને 15 દિવસની ક્રેડિટ ફેસેલિટી આપવા મુદ્દે કોઈ સૂચના નથી મળી. તેઓ સ્પાઈસજેટને એ શરતે કોન્ટ્રાક્ટ મુજબ ઈંધણ આપશે કે તે પહેલા નાણાની ચૂકવણી પૂરી કરે.

spicejet-boeing-1

નોંધનીય છે કે બેંગાલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્પાઈસ જેટની 17 આવતી અને 19 ટેક ઓફ કરનારી ફ્લાઈટ્સ કેન્સલ થઈ હતી. જેમાં 1 હજાર જેટલા પ્રવાસીઓ અટવાયા હોવાથી ભારે હોબાળો મચ્યો હતો.

સરકારે 1 મહિના કરતાં વધારે એડવાન્સ બુકિંગની મંજૂરી આપી છે. 31 માર્ચ 2015 સુધી 1 મહિનાથી વધારેની એડવાન્સ બુકિંગની મંજૂરી આપી છે. કંપનીએ 10 દિવસમાં નવો પેમેન્ટ પ્લાન આપવાનો રહેશે. સરકારી મદદ પણ મળશે. કોઈ પણ એરલાઈન્સ માટે ફાઈનાન્શિયલ પેકેજ નહી મળે.

સુત્રોના મુજબ સ્પાઈસ જેટને લોન આપવાનો કોઈ પ્રસ્તાવ નથી. ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને સ્પાઈસ જેટની સ્થિતી સુધારવા પર કામ ચાલું કરવાનું રહેશે. હાલ કંપની પાસે લિક્વીડીટી તરીકે રોકાણ માટે રકમ નથી.

ઉડ્યન રાજ્ય મંત્રી મહેશ શર્માનું સ્પાઇસજેટ પર શું કહેવું છે તે જોઇએ. ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને સ્પાઈસ જેટની સ્થિતી સુધારવા પર ધ્યાન રાખવું.

English summary
SpiceJet operations grounded as oil companies stop fuel supply.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X