For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2019 : જાણો, છેલ્લા બજેટમાં મોદી સરકારે શું શું આપ્યુ

Budget 2019 : જાણો, છેલ્લા બજેટમાં મોદી સરકારે શું શું આપ્યુ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીની ઠીક પહેલા કેન્દ્રની નરેનદ્ર મોદી સરકાર આજે પોતાનું અંતિમ બજેટ રજૂ કરશે. જો કે ચૂંટણી વર્ષ હોવાના કારણે આ સરકારનું વચગાળાનું બજેટ છે. નાણામંત્રી અરુણ જેટલીની ગેરહાજરીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણીને જોતા સરકારના વચગાળાના બજેટ પર દેશભરની નજર છે. માનવામાં આવી રહ્યું છે કે મોદી સકાર મધ્યમ વર્ગ, ખેડૂતો અને મહિલાઓ માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. વચગાળાનું બજેટ 2019 વિશેની તમામ લાઈવ અપડેટ માટે બન્યા રહો વન ઈન્ડિયા ગુજરાતી સાથે.

budget 2019

Newest First Oldest First
12:52 PM, 1 Feb

બેંક, પોસ્ટ ઑફિસમાંથી મળતા વ્યાજ પર 40000 સુધીની આવક પરથી ટેક્સ હટાવવામાં આવ્યો.
12:51 PM, 1 Feb

ભાડાં માટે પહેલા 1.80 લાખ પર ટીડીએસ કપાતું હતું જે હવે વધારીને 2.4 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું.
12:47 PM, 1 Feb

સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજારથી વધારીને 50 હજાર કરી દેવામાં આવ્યુંઃ નાણામંત્રી
12:46 PM, 1 Feb

ઘર ખરીદવા પર આવકવેરામાં છૂટ મળશે, સસ્તા ઘર પર ઈનકમ ટેક્સ ઠૂક એક વર્ષ વધીઃ પીયૂષ ગોયલ
12:43 PM, 1 Feb

3 કરોડ લોકોને ટેક્સમાંથી રાહત મળશેઃ પીયૂષ ગોયલ
12:43 PM, 1 Feb

ટીડીએસ ડિડક્શનની મર્યાદા 40 હજારથી વધારીને 50 હજાર કરી દેવામાં આવીઃ નાણામંત્રી
12:34 PM, 1 Feb

6.5 લાખ સુધીની આવક હોય અને તમે ક્યાંય રોકાણ કરો છો તો કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો નહિ પડેઃ પીયૂષ ગોયલ
12:25 PM, 1 Feb

સાથે જ નોટબંધી બાદ 1 કરોડથી વધુ લોકોએ પહેલીવાર આઈટી રિટર્ન ફાઈલ કર્યુંઃ પીયૂષ ગોયલ
12:25 PM, 1 Feb

ટેક્સ બેઝમાં 1.06 કરોડ લોકો સામેલ થયાઃ પીયૂષ ગોયલ
12:25 PM, 1 Feb

2017-18માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 8 ટકાની વૃદ્ધિ થઈ છેઃ પીયૂષ ગોયલ
12:24 PM, 1 Feb

બ્લેક મનીને લઈ ઉઠાવવામાં આવેલ પગલાના કારણે 3.38 લાખ શેલ કંપનીઓ પકડમાં આવી
12:24 PM, 1 Feb

બ્લેક મનીને લઈ ઉઠાવવામાં આવેલ પગલાના કારણે લગભગ 1.3 લાખ કરોડ રૂપિયાની ઘોષિત આવક સામે આવીઃ પીયૂષ ગોયલ
12:23 PM, 1 Feb

અમારી સરકાર કાળા ધનના સંકટને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છેઃ પીયૂષ ગોયલ
12:20 PM, 1 Feb

જાન્યુઆરી 2019માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થયું છેઃ પીયૂષ ગોયલ
12:18 PM, 1 Feb

રોજબરોજમાં ઉપયોગની મોટાભાગની વસ્તુઓ હવે 0-5 ટકા ટેક્સ બ્રેકેટમાં છેઃ પીયૂષ ગોયલ
12:18 PM, 1 Feb

જીએસટી સતત ઘટાડવામાં આવી છે જેના પરિણામસ્વરૂપ ગ્રાહકોને 80 હજાર કરોડ રૂપયાની રાહત મળી છેઃ પીયૂષ ગોયલ
12:17 PM, 1 Feb

ઈ-વે બિલના માધ્યમથી ઈન્ટર-સ્ટેટ મૂવમેન્ટ તેજ થઈ, ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં સુધારો થયોઃ પૂયીષ ગોયલ
12:15 PM, 1 Feb

આગામી પાંચ વર્ષમાં આપણે 5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમિ બનશું અને આગામી 10 વર્ષમાં 10 ટ્રિલિયન ડૉલર અર્થવ્યવસ્થા બનશુંઃ પીયૂષ ગોયલ
12:14 PM, 1 Feb

આગામી પાંચ વર્ષમાં આપણે 5 ટ્રિલિયન ઈકોનોમિ બનશું અને આગામી 10 વર્ષમાં 10 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનશુંઃ પીયૂષ ગોયલ
12:13 PM, 1 Feb

વિઝન ફોર 10 વર્ષ રજૂ કરી રહ્યા છે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ
12:11 PM, 1 Feb

ટેક્સ પેયર્સની સંખ્યા 80 ટકાથી વધી છે, ડાયરેક્ટ ટેક્સ વસૂલી સિસ્ટમ સહેલી બનાવવામાં આવી છેઃ પીયૂષ ગોયલ
12:11 PM, 1 Feb

2013-14માં ડાયરેક્ટ ટેક્સ 6.38 લાખ કરોડ રૂપિયા વધારી લગભગ 12 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છેઃ પીયૂષ ગોયલ
12:09 PM, 1 Feb

અહીં જુઓ લાઈવ બજેટ
12:07 PM, 1 Feb

ઘર ખરીદે તેના માટે પણ જીએસટીનો ભાર ઓછો હોવો જોઈએ જેથી અમે જીએસટી કાઉન્સિલને ભલામણ કરી છેઃ પીયૂષ ગોયલ
12:07 PM, 1 Feb

સિનેમા ઘરોમાં હવે માત્ર 12 ટકા જીએસટી લાગે છેઃ પીયૂષ યાદવ
12:06 PM, 1 Feb

મેક ઈન ઈન્ડિયાથી મોબાઈલ કંપનીઓની સંખ્યા વધી, મોબાઈલ કંપનીઓ આવવાથી રોજગારી વધીઃ પીયૂષ ગોયલ
12:05 PM, 1 Feb

250 કરોડથી ઓછા ટર્નઓવર વાળી કંપનીનો ટેક્સ 25 ટકા ઘટાડવામાં આવ્યો છેઃ પીયૂષ ગોયલ
12:03 PM, 1 Feb

મિડલ ક્લાસ માટે ટેક્સ ઘટાડવી અમારી પ્રાથમિકતા રહી, 80C અંતર્ગત ડિડક્શન 1 લાખથી દોઢ લાખ કરી દેવામાં આવી છે, ટેક્સમાંથી છૂટ માટેની આવક મર્યાદા 2 લાખથી વધારીને અઢી લાખ કરી દેવામાં આવી છેઃ પીયૂષ ગોયલ
12:01 PM, 1 Feb

કોલકાતાથી વારાણસી વચ્ચે જળમાર્ગ બન્યોઃ પીયૂષ ગોયલ
12:01 PM, 1 Feb

સૌર ઉર્જાના ક્ષેત્રમાં 10 ટકાની વૃદ્ધિ થઈ છેઃ પીયૂષ ગોયલ
READ MORE

English summary
stay tuned to get up about interim budget 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X