For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુશ ખબર! SBI સહિતની આ 6 મોટી બેન્કોએ આપી ભેટ, હોમ-કાર લોન સસ્તી

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા સહિતની દેશની અન્ય છ મોટી બેન્કોએ લોન પર વ્યાજના દરને ઘટાડીને લોકોને રાહત આપી છે.

|
Google Oneindia Gujarati News

જો તમે ઘર ખરીદવા માંગો છો અથવા કાર ખરીદવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખુશખબર છે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા સહિતની દેશની અન્ય છ મોટી બેન્કોએ લોન પર વ્યાજના દરને ઘટાડીને લોકોને રાહત આપી છે. બેંક દ્વારા એમસીએલઆર દરમાં ઘટાડો થવાને લીધે હોમ લોન અને કાર લોનનો વ્યાજદર ઘટ્યો છે.

આ પણ વાંચો: ATM માંથી પૈસા નીકળ્યા નહીં તો બેંક તમને દરરોજ 100 રૂપિયા આપશે, જાણો નિયમ

SBI એ આપી ભેટ

SBI એ આપી ભેટ

એસબીઆઇએ લોનના વ્યાજના દરો 0.05 ટકા ઘટાડ્યા છે. બેંકે 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર પણ વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. તેની સાથે હવે 30 લાખ રૂપિયાથી નીચેની હોમ લોન માટેના વ્યાજના દર હવે 8.60 થી 8.90 ટકા થઇ ગયો છે. એસબીઆઈએ 17 મહિના પછી એમસીએલઆરમાં ઘટાડો કર્યો છે.

ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક

ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક

ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે એસબીઆઇના થોડા દિવસ પહેલા જ એમજીઆરએલના દરમાં ઘટાડો કર્યો છે. બેન્કે એક વર્ષની લોન પર માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટમાં 0.5 ટકાનો ઘટાડો કરતા તેને 8.70 થી ઘટાડી 8.65 ટકા સુધી કરવાની જાહેરાત કરી હતી. 2 વર્ષ અને 3 વર્ષ માટે લોન પરના વ્યાજના દર અનુક્રમે 8.75 ટકા અને 8.85 ટકા કર્યા છે.

આઈસીઆઈસીઆઈ બેંક

આઈસીઆઈસીઆઈ બેંક

આઈસીઆઈસીઆઈ બેંકે MCLR દરમાં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. બેંકે એક મહિના માટે એમસીએલઆર દર ઘટાડીને 8.5 ટકા કરી દીધો છે. બે મહિનાના MCLR 8.55 ટકા અને 1 વર્ષ માટે MCLR ને 8.75 ટકા કરવામાં આવ્યો છે.

કોટક મહિન્દ્રા બેંક

કોટક મહિન્દ્રા બેંક

કોટક મહિન્દ્રા બેંકે પણ એમસીએલઆર રેટમાં ઘટાડો કર્યો છે. બેંકે એમસીએલઆર દરમાં 10 બેઝ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. હવે બેન્કમાં 1 વર્ષના સમયગાળા માટે એમસીએલઆર 8.9% થઇ ગયો છે, જ્યારે 2 વર્ષ માટે એમસીએલઆરને 5 બેઝ પોઇન્ટ ઘટાડી 9% કરી દીધો છે.

HDFC બેંક

HDFC બેંક

એચડીએફસી બેન્કે એમસીએલઆર દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. એચડીએફસી બેન્કે 1 વર્ષની લોન માટે એમસીએલઆર 8.75 ટકાથી ઘટાડીને 8.65 ટકા કર્યો છે. બેંકે 6 મહિના, 3 મહિના અને 1 મહિના સુધી એમસીએલઆર દરમાં ઘટાડો કર્યો અને તેને ઘટાડી અનુક્રમે 8.45 ટકા, 8.35 ટકા અને 8.30 ટકા કર્યો હતો.

બેંક ઑફ મહારાષ્ટ્ર

બેંક ઑફ મહારાષ્ટ્ર

બેંક ઓફ મહારાષ્ટ્રએ પણ આ જ મહિનામાં વ્યાજના દરોમાં ઘટાડો કર્યો હતો. બેંકે લોનના વ્યાજના દર 0.05 ટકા ઘટાડ્યા હતા. એક વર્ષની લોન માટે બેંકે એમસીએલઆર 8.75 ટકાથી ઘટાડી 8.70 ટકા કર્યો. તમને જણાવી દઈએ કે આરબીઆઇ બેન્ક દ્વારા રેપો રેટમાં ઘટાડા પછી માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ અથવા વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો.

English summary
These 6 Banks along with SBI cut MCLR rate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X