For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત લાવવાના સમાચાર પર બોલ્યા વિજય માલ્યા- રિપોર્ટ ખોટા છે

ભારત લાવવાના સમાચાર પર બોલ્યા વિજય માલ્યા- રિપોર્ટ ખોટા છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય બેંકોના 9000 કરડ રૂપિયા લઈ ફરાર થઈ ગયેલ કિંગફિશરના માલિક વિજય માલ્યાને ભારત લાવવામાં નથી આવી રહ્યા. વિજય માલ્યાએ આવા મીડિયા રિપોર્ટ્સને ખોટા ગણાવ્યા છે, જેમાં તેમને જલદી જ ભારત લાવવામા આવે તેવા અહેવાલ છપાણા હતા. તમામ અટકળ વચ્ચે કિંગફિશરના માલિક વિજય માલ્યાએ ખુદ આ વાતો પર વિરામ લગાવી દીધો છે. જણાવી દઈએ કે બુધવારે મીડિયામાં અહેવાલ આવ્યા હતા કે વિજય માલ્યાને ભારત લાવવામા આવી રહ્યા છે.

vijay mallya

સમાચાર મળ્યા હતા કે માલ્યાને ગમે ત્યારે ભારત લાવવામા આવી શકે છે. તેને ભારત લાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. ત્યાં સુધીઅહેવાલ મળ્યા હતા કે ભારત લવાયા બાદ તેને મુંબઈના આર્થર જેલમાં રાખવામાં આવશે. હેવામાં આવી રહ્યું હતું કે સીબીઆઈ અને ઈડીના લકો રાતોરાત તેને લઈને આવી શકે છે, પરંતુ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ વિજય માલ્યાએ આ તમામ મીડયા રિપોર્ટ્સ નકારી કાઢ્યા છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ માલ્યાએ ભારત પ્રત્યર્પણના સમાચારનું ખંડન કર્યું છે. વિજય માલ્યાએ ભારતીય મીડિયા પર પણ નિસાન સાધ્યું છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ પતાના રિપોર્ટમાં કહ્યું કે વિજય માલ્યાના અંગત સચિવે આ સમાચારને નકારતા કહ્યું કે તેમની પાસે આવી કઈ જાણકારી નથી. તેણે વોટ્સએપ મેસેજ દ્વારા કહ્યું કે આવા સમાચારો વિશે માત્ર મીડિયાને જ ખબર છે કે તે શું કહી રહ્યા છે. જ્યારે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મીડિયાએ સીબીઆઈના કોઈ જૂના નિવેદનને લઈ આ સમાચાર છાપી દીધા. તેમણે કહ્યું કે હાલ માલ્યાને ભારત લાવવાની સ્થિતિ નથી બની શકતી. હજી થોડો સમય લાગશે. જ્યારે સીબીઆઈ અને ઈડીની કોશિશો ચાલુ છે, પરંતુ મીડિયામાં ચાલી રહેલા સમાચારોને તેમણે પણ નકારી દીધા.

Coronavirus: પાછલા 24 કલાકમાં 260 લોકોના મોત, 9304 નવા કેસ Coronavirus: પાછલા 24 કલાકમાં 260 લોકોના મોત, 9304 નવા કેસ

English summary
vijay mallya not being extradited to india, he denied reports
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X