For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST સાથે જોડાયેલા તમામ ભ્રમ દૂર કરવા વાંચો આ લેખ

શું છે જીએસટી. કેવી રીતે તે લાગુ થશે અંગે થોડીક પાયાની માહિતી અને સવાલ જવાબ જાણો આ લેખમાં.

|
Google Oneindia Gujarati News

હવે તમને તમામ ટેક્સથી મુક્તિ મળવાની છે. કારણ કે એક દેશ એક ટેક્સનું સપનું પૂરું કરવા માટે 1 જુલાઇથી સરકાર જીએસટી લાગુ કરી રહી છે. ત્યારે તમારા મનમાં પણ જીએસટી શું છે તે અંગે કેટલાક સવાલો ઊભા થતા હશે. અને જીએસટીથી શું ફાયદો કે નુક્શાન થશે તે પણ તમે જાણવા ઇચ્છતા હશો. ત્યારે જીએસટીને લગતા કેટલાક સર્વ સામાન્ય સવાલોના જવાબ અમે આજે અહીં આપવાના છીએ. જે અંગે જાણો અહીં.

શું છે જીએસટી?

શું છે જીએસટી?

જીએસટી એક અપ્રત્યક્ષ કર એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ છે. જીએસટી હેઠળ વસ્તુઓ અને પ્રોડક્ટ પર એક પ્રકારે સમાન ટેક્સ લગાવવામાં આવશે. કોઇ પણ કંપની કે કારખાના પર પણ આ નિયમ લાગશે. તમે ઉત્પાદક બનીને કોઇ રાજ્યથી બીજા રાજ્યમાં કોઇ વસ્તુ વેચો છો તો અનેક પ્રકારના ટેક્સ તમારે ચૂકવવા પડશે. જેમાં ઉત્પાદની કિંમત વધી જાય છે. પણ જીએસટી લાગુ થવાથી ઉત્પાદનની કિંમત ઓછી થઇ જશે. સાથે જ એક દેશ, એક ટેક્સનું સપનું હવે પૂરી થશે.

જીએસટી કેવી રીતે કામ કરે?

જીએસટી કેવી રીતે કામ કરે?

જીએસટીના ત્રણ ભાગ હશે. કેન્દ્રીય જીએસટી (CGST), રાજ્ય જીએસટી (SGST) અને એટીગ્રેટેડ જીએસટી (IGST). કેન્દ્રીય અને ઇન્ટીગ્રેટેડ જીએસટી કેન્દ્ર સરકાર લાગુ કરશે જ્યારે એસજીએસટીને લાગુ કરવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે રહેશે.

કેવી રીતે લાગશે?

કેવી રીતે લાગશે?

રાજ્યની અંદર માલ વેચવા પર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને સ્ટેટ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગશે. ઉદાહરણ રૂપે જો કોઇ ગુજરાતનો વ્યક્તિ ગુજરાતમાં જ માલ વેચે છે તો તે વસ્તુ પર જીએસટી રેટ 18 ટકા હશે. તેની પર 9 ટકા સીજીએસટી અને 9 ટકા એસજીએસટી લાગશે. આ જ માલ જો રાજ્યની બહાર વેચાય છે તો 18 ટકાના દરથી IGST લાગશે. એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, કસ્ટમ ડ્યૂટી અને અન્ય કેન્દ્રીય અપ્રત્યક્ષ કરી જગ્યાએ સીજીએસટી લેવામાં આવશે. ઇન્ટરટેનમેન્ટ ટેક્સ, એન્ટ્રી ટેક્સ, વેલ્યૂ એડડ ટેક્સની જગ્યાએ એસજીએસટી લાગશે.

ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે?

ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે?

જીએસટી લાગુ થયા પછી એક સ્તર પર ટેક્સ ચૂકાવાશે, બીજા સ્તર પર ચૂકવાતા ટેક્સથી ઓછું કરવામાં આવશે અને અંતમાં ઉપભોક્તા પર ટેક્સ લાગશે. વપરાશ પહેલાના સ્તરના ટેક્સને ઇનપુટ ટેક્સ કહેવાશે. અને તે આ પછીને સ્તર માટે ક્રેડિટનું કામ કરશે. વધુમાં જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો લેવા માટે તમામ લોકોએ રજિસ્ટ્રેશન કરવું જરૂરી થશે.

કોને આપવું પડશે જીએસટી?

કોને આપવું પડશે જીએસટી?

20 લાખથી ઉપર વાર્ષિક વેચાણ વાળા વેપારી અને વ્યવસાયે જીએસટીની ચૂકવણી કરવી પડશે. પૂર્વોત્તર અને વિશેષ શ્રેણીના રાજ્યોના રાજ્યોની આ મુદ્દે જીએસટી ચૂકવણી કરવાની સીમા 10 લાખ નક્કી કરવામાં આવી છે. સાથે જ આંતરાજ્ય વેપાર પર પણ જીએસટી આપવું પડશે.

English summary
What is gst and how it works?Read here everything on it in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X