ભારતમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એટલે શું?
રાષ્ટ્રીય આવક :
ભારત અને અન્ય કોઇ પણ દેશમાં રાષ્ટ્રીય આવકનો અર્થ એક નાણાકીય વર્ષમાં ઉત્પાદિત તમામ વસ્તુઓ અને સેવાઓની કિંમત (પ્રાપ્તિ) હોય છે. કોઇ પણ દેશ માટે રાષ્ટ્રીય આવક જેટલી વધશે તેટલો જ તે દેશનો આર્થિક વિકાસ પણ આગળ વધી શકશે. રાષ્ટ્રીય આવકના આંકડાથી એટલું ચોક્કસ જાણી શકાય છે કે કોઇ પણ દેશનો વિકાસ કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે.
માથા દીઠ આવક :
માથા દીઠ આવક કે પ્રતિ વ્યક્તિ આવકનો અર્થ સીધે સીધો કોઇ પણ વ્યક્તિની વ્યક્તિગત આવક અંગે થાય છે. આ મારફતે કોઇ પણ દેશમાં પ્રતિ વ્યક્તિ આવક કેટલી છે તે જાણી શકાય છે. તેની મદદથી લોકોની રહેણી કરણી અને લોકોની વ્યક્તિગત આર્થિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. પ્રતિ વ્યક્તિ આવક કેટલી છે તે જાણવા માટે દેશની કુલ વસતી સંખ્યા ભાગ્યા કુલ આવક કરવાથી મળે છે.
પ્રતિ વ્યક્તિ આવક એ એવો માપદંડ છે, જેની મદદથી જાણી શકાય છે કે કોઇ પણ ક્ષેત્રમાં વ્યક્તિની કમાણી કેટલી છે. આની મદદથી કોઇ પણ શહેર, વિસ્તાર, તથા દેશમાં રહેનારા લોકોની લાઇફસ્ટાઇલનો ખ્યાલ આવે છે.