હોલસેલ મોંઘવારીએ પણ આપ્યો ઝટકો, ડિસેમ્બરમાં 2.59%, 7 મહિનામાં સૌથી વધુ
ડિસેમ્બર, 2019માં હોલસેલ મોંઘવારી દર (ડબ્લ્યુપીઆઈ) 2.59% રહ્યો છે. સરકાર તરફથી મંગળવારે આના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. હોલસેલ મોંઘવારી દર નવેમ્બરમાં 0.58 ટકા પર હતો જે ડિસેમ્બરમાં 2.59% એ પહોંચી ગયો છે. હોલસેલ મોંઘવારી દર ડિસેમ્બરમાં 7 મહિનામાં સૌથી વધુ રહ્યો છે.
મે 2019માં હોલસેલ મોંઘવારી દર 2.79% હતો. મે, 2019 બાદ હોલસેલ મોંઘવારી દર આટલો વધુ ક્યારેય નથી રહ્યો. મે બાદ સૌથી વધુ ડિસેમ્બરમાં વધ્યો છે. જૂન 2019માં તે 2.02, જુલાઈમાં 1.08, ઓગસ્ટમાં 1.17, સપ્ટેમ્બરમાં 0.33, ઓક્ટોબરમાં 0.16 અને નવેમ્બરમાં 0.58 ટકા હતો. હોલસેલ મોંઘવારી દરથી એક દિવસ પહેલા સોમવારે રિટેલ મોંઘવારી દરના આંકડા સરકારે જાહેર કર્યા છે.
Government of India: The annual rate of inflation, based on monthly WPI, stood at 2.59% (provisional) for the month of December, 2019 (over December,2018) as compared to 0.58% (provisional) for the previous month. pic.twitter.com/Dx5xQB3WtB
— ANI (@ANI) 14 January 2020
રિટેલ મોંઘવારી દર ડિસેમ્બર, 2019માં વધીને 7.35 ટકા પહોંચી ગયો છે. આ છેલ્લા સાડા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. નવેમ્બર, 2019માં તે 5.54 ટકા પર હતો. શાકભાજી અને ફળોમાં ખાસ કરીને ડુંગળીના ભાવમાં અઢળક વધારાના કારણે ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દર વધુ પ્રભાવિત થયો છે. શાકભાજી ડિસેમ્બરમાં 60.5 ટકા સુધી મોંઘી થઈ છે. ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર ડિસેમ્બરમાં વધીને 14.12 ટકા પર રહ્યો, જે નવેમ્બરમાં 10.01 ટકા હતો.
આ પણ વાંચોઃ અમિતાભની આંખોમાં કાળો ધબ્બો, ડૉક્ટરને મળ્યા બાદ લખી ઈમોશનલ પોસ્ટ