For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપ સિંગલ હોવ તો લાઇફ કવર શા માટે મહત્વનું છે?

|
Google Oneindia Gujarati News

એક રાષ્ટ્ર તરીકે ભારતમાં અનેક નાટકીય પરિવર્તન આવી રહ્યા છે. 30 વર્ષની વયે કોઇ પણ યુવાનમાં ભારે જોશ અને ઉત્સાહ હોય છે અને જીવનના શ્રેષ્ઠ કાર્યો આ સમયે કરતા હોય છે. આ કારણે ગ્રાહકવાદ પણ વધ્યો છે. કારણ કે લોકોની આવક વધી છે. જેના કારણે લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. જો છેલ્લા એક દાયકાની વાત કરીએ તો લોકોની સાંસ્કૃતિક રીતભાત અને જીવનશૈલીમાં સોથી વધારે બદલાવ આ દાયકામાં જ આવ્યો છે. આ પરિવર્તન તમામ વયજુથમાં આવ્યું છે.

પોતાની યુવાનીમાં ઘણા એમ માને છે કે તેમને લાઇફ કવરની જરૂર નથી. જો કે અહીં એક વાત સમજી લેવી જોઇએ કે સિંગલ વ્યક્તિ માટે લાઇફ કવર અત્યંત મહત્વનું છે. કારણ કે તે માત્ર કુટુંબને નહીં પરંતુ લાઇફ કવર લેનારને પણ સુરક્ષા પ્રદાન કરે છે.

personal-finance-investment-14

લાંબા ગાળે ફાયદો
જો આપે લાઇફ કવર લીધું હશે તો આપને લાંબા ગાળે ફાયદો થશે. ખાસ કરીને સિંગલ વ્યક્તિઓ માટે નિવૃત્તિ બાદ લાઇફ કવર વધારે મહત્વનું બને છે. તેની મદદથી આપ શાંતિ પૂર્વક અને આર્થિત ચિંતા વિના જીવન પસાર કરી શકો છો.

નોંધનીય છે કે 60થી 70 વર્ષે વિવિધ પ્રકારની મેડિકલ સમસ્યાઓ આવે છે. જે સમયે લાઇફ કવરથી ફાયદો થઇ શકે છે. આ માટે નાની વયે એન્ડોવમેન્ટ પોલિસી ખરીદવી લાભ કર્તા સાબિત થશે.

આપની વય જેટલી નાની હશે ત્યાં સુધી પ્રિમિયમની રકમ પણ નાની હશે. મોટી વયે મોટું પ્રિમિયમ આવે છે. આ કારણે નાની વયે જ લાઇફ કવર લેવું વધારે ફાયદાકારક બને છે.

કર લાભ મળી શકે
લાઇફ ઇન્શ્યોરન્સ લેવાથી આપને કરલાભ પણ મળી શકે છે. જેના કારણે આપને લાઇફ કવર મળવાની સાથે નાણા પણ બચે છે. આ એક રીતે બચત પણ કરાવે છે. જે જીવનના પાછલા તબક્કામાં મદદરૂપ બનશે.

English summary
Why Life Cover is Equally Important If You Are Single?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X