2018માં ભારતનો વિકાસ દર 7.3% રહેશે: વર્લ્ડ બેંક

Written By:
Subscribe to Oneindia News

મોદી સરકાર પર દેશની આર્થિક વ્યવસ્થા મામલે અનેકવાર સવાલ થયા છે, એવામાં વર્લ્ડ બેંક તરફથી આ મામલે મોદી સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. વર્લ્ડ બેંક દ્વારા વર્ષ 2018માં ભારતનો વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે, આવનારા વર્ષોમાં ભારત 7.5 ટકાના દરે આગળ વધી શકે છે. બુધવારે વર્લ્જ બેંકે 2018 ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ રિલીઝ કર્યું હતું, જેમાં આ વાતો કહેવામાં આવી હતી. હાલમાં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓમાં ભારતનો વિકાસ દર ઓછો રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. એ રિપોર્ટ બાદ વિપક્ષે મોદી સરકારને નિશાન બનાવી હતી. વિપક્ષના સવાલો સામે મોદી સરકારના કેટલાક મંત્રીઓએ પોતાની વાત પણ મુકી હતી, સરકારનો બચાવ કરવા માટે નાણાંમંત્રી પોતે મીડિયા સામે આવ્યા હતા.

India

ભારતની આર્થિક પરિસ્થિતિ અંગે વર્લ્ડ બેંકનું કહેવું છે કે, આ સરકારમાં થઇ રહેલ વ્યાપક સુધાર ઉપાયો સાથે ભારતમાં બીજા દેશોની અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં ઘણી વધારે વિકાસ ક્ષમતા છે. આવનારા બે વર્ષોમાં ભારત 7.5 ટકા દરથી આગળ વધી શકે છે. વર્લ્ડ બેંકના ડેવલપમેન્ટ પ્રોસ્પેક્ટ્સ ગ્રુપના ડાયરેક્ટર આઈહન કોસેનું કહેવું છે કે, આવનારા વર્ષોમાં ભારત દુનિયાના કોઇ પણ અન્ય દેશની સરખામણીએ ઉચ્ચ વિકાસ દર મેળવવા જઇ રહ્યું છે. વર્લ્ડ બેંકે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મહિલા શ્રમની ભાગીદારી ઓછી હોવાની વાત કહી છે. બીજા દેશોમાં જ્યાં મહિલાઓ કામ કરે છે, ત્યાં ભારતમાં કામ કરતી મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. વર્લ્ડ બેંકના ડેવલપમેન્ટ પ્રોસ્પેક્ટ્સ ગ્રુપના ડાયરેક્ટરનું કહેવું છે કે, મહિલા શ્રમની ભાગીદારી વધારીને ઘણો મોટો ફરક ઊભો કરી શકાય છે.

English summary
World Bank says India has huge potential, projects 7.3% growth in 2018.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.