For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: રેલવેમાં RPF કૉન્સ્ટેબલના 19800 પદો માટે ભરતી માટેના વાયરલ સમાચારનુ સત્ય જાણો અહીં

ભારતીય રેલવેએ આરપીએફ કૉન્સ્ટેબલના પદ પર નોકરીની ભરતીની અધિસૂચનનાને નકલી ગણાવી છે અને ઉમેદવારોને આવી ખોટી જાહેરાતો પર...

|
Google Oneindia Gujarati News

Railway Recruitment Fact Check: ભારતીય રેલવેએ આરપીએફ કૉન્સ્ટેબલના પદ પર નોકરીની ભરતીની અધિસૂચનનાને નકલી ગણાવી છે અને ઉમેદવારોને આવી ખોટી જાહેરાતો પર વિશ્વાસ ન કરવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે રેલવેમાં કૉન્સ્ટેબલની ભરતી માટે સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે એક જાહેરાત આવી રહી છે અને મોટી સંખ્યામાં લોકો આમાં રસ લઈ રહ્યા છે. જો કે, ભારતીય રેલવેએ આવી જાહેરાતો પર વિશ્વાસ ન કરવાની સલાહ આપી છે.

railway

વાસ્તવમાં, સોમવારે એક ખોટી જાહેરાત અમુક વેબસાઈટો અને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર આપવામાં આવલી હતી. જેમાં જણાવવામાં આવ્યુ કે રેલવે પોલીસ દળ કૉન્સ્ટેબલની ભરતી 2022 હેઠળ પરીક્ષા દ્વારા ભરતી કરી રહી છે. આ ખોટી જાહેરાતની અફવા પર ઘણા ઉમેદવારોએ પોતાનો કિંમતી સમય બગાડ્યો. જો કે, કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રાલયની પ્રેસ ઈન્ફૉર્મેશન બ્યૂરો(પીઆઈબી)ની ફેક્ટ ચેક ટીમ દ્વારા આ ખોટા સમાચારની પોલ ખોલવામાં આવી.

રેલવે દ્વારા મંગળવારે એક નોટિસ જાહેર કરીને કહેવામાં આવ્યુ કે રેલવે સુરક્ષા બળ(આરપીએફ)માં કૉન્સ્ટેબલના 19800 પદોની ભરતી અંગે સોશિયલ મીડિયા અને સમાચારપત્રોમાં એક કાલ્પનિક મેસેજ આપવામાં આવી રહ્યો છે. આ અંગે એ સૂચિત કરવામાં આવે છે કે આરપીએફ કે રેલવે મંત્રાલય દ્વારા પોતાની અધિકૃત વેબસાઈટ કે કોઈ પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આવી કોઈ અધિસૂચના જાહેર કરવામાં આવી નથી. ફરીથી કહેવામાં આવે છે કે આ સમાચાર નકલી છે અને કોઈએ પણ આના પર ધ્યાન આપવુ નહિ. કોઈ પણ સરકારી નોકરીની સૂચના આવવા પર ઉમેદવારોએ સૌથી પહેલા સંબંધિત વિભાગની અધિકૃત વેબસાઈટ પર જઈને નોટિફિકેશન ચેક કરવુ. અહીં ઉપલબ્ધ નોટિફિકેશનમાં તેમને ભરતી સાથે જોડાયેલી બધી જરુરી માહિતી મળી જશે.

Fact Check

દાવો

false

નિષ્કર્ષ

રેલવે આરપીએફ કૉન્સ્ટેબલના પદ પર નોકરીની ભરતીની અધિસૂચનનાને નકલી છે.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact Check: Railway Recruitment for 19800 posts 0f RPF Constable, Know the truth behind the news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X