For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact check: 10મા-12માની બોર્ડની પરીક્ષામાં 33% નહિ હવે માત્ર 23%થી પાસ થશે છાત્રો? જાણો સત્ય

પાસિંગ માર્ક્સ હવે 23 ટકા કરી દેવામાં આવ્યા છે તેવા સમાચાર પર સરકાર તરફથી આના પર સફાઈ આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા(social media) પર સીબીએસઈ(CBSE) ના 10માં અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષામાં પાસિંગ માર્ક્સ (Passing Marks) વિશે એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. આ સમાચારમાં કહેવામાં આવી રહ્યુ છે કે આ વખતની બોર્ડની પરીક્ષા (CBSE Board Exam 2021) માં પાસિંગ માર્ક્સ હવે 33 ટકાથી ઘટાડીને 23 ટકા કરી દેવામાં આવ્યા છે. સરકાર તરફથી આના પર સફાઈ આપવામાં આવી છે.

cbse

વાયરલ થઈ રહેલ સમાચારમાં કહેવામાં આવી રહ્યુ છે કે આ વખતની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે હવે 33 ટકાથી ઘટાડીને 23 ટકા કરી દેવામાં આવ્યા છે. કોરોનાના કારણે પ્રભાવિત થયેલ અભ્યાસના કારણે છાત્રોની ભલાઈ માટે આવુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2021ની બોર્ડની પરીક્ષામાં છાત્રો માત્ર 23 ટકા એટલે કે 100માંથી માત્ર 23 ગુણ લાવીને પણ પાસ થઈ શકશે. જો કે જ્યારે આ સમાચારની ખરાઈ કરવામાં આવી તો આ સૂચના ખોટી સાબિત થઈ છે.

સરકારી એજન્સી પીઆઈબી એટલે કે પ્રેસ ઈન્ફૉર્મેશન બ્યુરોની એક ફેક્ટ ચેક ટીમે પોતાના ટ્વિટર હેન્ડલથી આ વાયરલ સમાચારની ખરાઈ કરી છે. PIB Fact Check તરફથી ટ્વિટ કરવામાં આવ્યુ, 'દાવોઃ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 10માં અને 12માં બોર્ડની 2021, બોર્ડ પરીક્ષામાં હવે પાસ થવા માટે 33 ટકા ગુણને ઘટાડીને 23 ટકા કરી દેવામાં આવ્યા છે. આ દાવો નકલી છે. શિક્ષણ મંત્રાલયે આવી કોઈ ઘોષણા કરી નથી.'

cbse

આ પહેલા વાયરલ થઈ રહેલા એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, દાવોઃ એક સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રી બોર્ડની પરીક્ષાઓમાં પાસ થનાર વિદ્યાર્થીઓને જ બોર્ડ પરીક્ષા માટે એડમિટ કાર્ડ આપવામાં આવશે. #PIBFactCheck: આ દાવો નકલી છે. સીબીએસઈ બોર્ડે આવી કોઈ ઘોષણા કરી નથી.

Farmers Protest: ખેડૂતો-સરકાર વચ્ચે આજે 10માં દોરની વાતચીતFarmers Protest: ખેડૂતો-સરકાર વચ્ચે આજે 10માં દોરની વાતચીત

Fact Check

દાવો

આ વખતની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે હવે 33 ટકાથી ઘટાડીને 23 ટકા કરી દેવામાં આવ્યા છે.

નિષ્કર્ષ

આ દાવો નકલી છે, શિક્ષણ મંત્રાલયે આવી કોઈ ઘોષણા કરી નથી.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact check: Students will pass with only 23 percent, not 33 percent numbers in 10th 12th board exam. Know the truth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X